
Surat જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ફરી એન્ટ્રી થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં વરસાદને લઈને આશા જાગી છે.

Surat Rain : સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ઝરમર વરસાદ વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Surat Heavy Rain Evacuation: સુરત હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી અગમચેતીના પગલાં...

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કીમ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કીમ ચાર રસ્તા નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપમાં કમરથી લઈને છાતી સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો. મોડી રાત્રિથી જ પાણી ભરાવાનું શરૂ થતાં પેટ્રોલ પંપનો સ્ટાફ સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ઉમરપાડામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ આમલી ડેમમાં પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના 15 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે તમામ ફેક્ટરીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જ્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તમામ રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

આમલી ડેમની સપાટી 111.80 મીટર નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ 113 મીટર છે, જ્યારે ભયજનક સપાટી 115.80 મીટર છે. ડેમમાં હાલ 3,099 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 3,309 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરીને વરસાદ, નદીના...

સત્તાવાર આંકડા મુજબ, રવિવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન વધુ 1.18 ઈંચ વરસાદ વરસતા કુલ વરસાદનો આંકડો 3.11 ઈંચ સુધી પહોંચી ગયો.

Surat Heavy Rain Rescue Operation: સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 38 કલાકમાં શહેરમાં 19 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા ગોડાદરા વિસ્તારમાં NDRFની ટીમે 313 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેઓને સુરક્ષિત...

સુરતમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરાછાના વ્રજચોક નજીક પાણીમાં GSRTC બસ ફસાઈ જતાં 28 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, ફાયર વિભાગે સમયસર પહોંચીને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

Surat News: સુરત શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદ સાથે ચોમાસાનું વિધિવત આગમન થયું છે. શહેરના જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. છેલ્લા લગભગ 15 દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા સુરતવાસીઓને વરસાદ પડતાં રાહત મળી છે. ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.