Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં મેઘતાંડવ: 38 કલાકમાં 19 ઈંચ વરસાદ, NDRFએ ગોડાદરામાં 313 લોકોને બચાવ્યા

Surat Heavy Rain Rescue Operation: સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 38 કલાકમાં શહેરમાં 19 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા ગોડાદરા વિસ્તારમાં NDRFની ટીમે 313 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેઓને સુરક્ષિત...
R Gajjar
R GajjarUpdated on: 08 Jul 2026 05:53 PM IST
સુરતમાં મેઘતાંડવ: 38 કલાકમાં 19 ઈંચ વરસાદ, NDRFએ ગોડાદરામાં 313 લોકોને બચાવ્યાસુરતમાં મેઘતાંડવ: 38 કલાકમાં 19 ઈંચ વરસાદ, NDRFએ ગોડાદરામાં 313 લોકોને બચાવ્યા

AI Generated Images

Surat Heavy Rain Rescue Operation: સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 38 કલાકમાં શહેરમાં 19 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા ગોડાદરા વિસ્તારમાં NDRFની ટીમે 313 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેઓને સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડ્યા છે. બચાવ કામગીરી દરમિયાન વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

શહેરમાં અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી કુલ 3,416 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યારે 3,862 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયા છે. સતત વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ, NDRF અને અન્ય બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે. રાહત કામગીરી અંતર્ગત રેસ્ક્યુ કરાયેલા લોકો માટે ખોરાકની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 9,563 ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળી શકે.

બીજી તરફ, સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 7.59 ઈંચ વરસાદ નોંધાયો છે. પલસાણા તાલુકામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા 19 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકો માટે શેલ્ટર હોમ તેમજ ભોજનની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે તંત્ર સતત સતર્ક છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂર પડ્યે સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com