સુરતમાં મેઘમહેર: 3 ઈંચથી વધુ વરસાદ, વેસુ વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત

સત્તાવાર આંકડા મુજબ, રવિવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન વધુ 1.18 ઈંચ વરસાદ વરસતા કુલ વરસાદનો આંકડો 3.11 ઈંચ સુધી પહોંચી ગયો.
Rahul Desai
Rahul Desai
સુરતમાં મેઘમહેર: 3 ઈંચથી વધુ વરસાદ, વેસુ વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિતસુરતમાં મેઘમહેર: 3 ઈંચથી વધુ વરસાદ, વેસુ વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત

સુરત: સુરત શહેરમાં રવિવારે સવારથી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં શહેરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના પોશ વિસ્તાર વેસુમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સત્તાવાર આંકડા મુજબ, રવિવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન વધુ 1.18 ઈંચ વરસાદ વરસતા કુલ વરસાદનો આંકડો 3.11 ઈંચ સુધી પહોંચી ગયો.

દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં તાપી જિલ્લાના વાલોડમાં સૌથી વધુ 2.44 ઈંચ, ઉમરગામમાં 2.40 ઈંચ, વ્યારામાં 2.24 ઈંચ, ઉકાઈમાં 2.09 ઈંચ, જ્યારે સુરત શહેરમાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રવિવારે સવારે 6થી 10 વાગ્યાના સમયગાળામાં વલસાડ જિલ્લાના પારડીમાં સૌથી વધુ 2.64 ઈંચ, નવસારીમાં 1.34 ઈંચ, જલાલપોરમાં 1.30 ઈંચ, સુરત શહેરમાં 1.18 ઈંચ અને ચીખલીમાં 0.98 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદને કારણે વેસુ સહિત શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.