સુરત જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે આમલી ડેમના 6 દરવાજા ખોલાયા

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ઉમરપાડામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ આમલી ડેમમાં પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના 15 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
Rahul Desai
Rahul Desai
સુરત જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે આમલી ડેમના 6 દરવાજા ખોલાયાસુરત જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે આમલી ડેમના 6 દરવાજા ખોલાયા

સુરત ઉમરપાડામાં ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની આવક વધી, નદી કાંઠે જવા લોકોને મનાઈ

જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. ઉમરપાડા વિસ્તારમાં અવિરત ધોધમાર વરસાદ પડતા આમલી ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આમલી ડેમના 8 દરવાજામાંથી 6 દરવાજા ખોલીને હાલ 9,574 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની હાલની જળ સપાટી 112.10 મીટર નોંધાઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 115.80 મીટર છે અને રૂલ લેવલ 113 મીટર નક્કી કરવામાં આવ્યું છે.

ડેમમાં હાલ પાણીની આવક પણ 9,574 ક્યુસેક જેટલી નોંધાઈ રહી છે. પાણી છોડવામાં આવતા માંડવી તાલુકાના 15 ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

વહીવટીતંત્રે લોકોને નદી કાંઠા વિસ્તારમાં ન જવા અને સલામતીના નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.