Get News Alerts

Never miss breaking news updates.

ઉમરપાડામાં ધોધમાર વરસાદથી આમલી ડેમમાં પાણીની આવક વધી, ત્રણ દરવાજા ખોલાયા

આમલી ડેમની સપાટી 111.80 મીટર નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ 113 મીટર છે, જ્યારે ભયજનક સપાટી 115.80 મીટર છે. ડેમમાં હાલ 3,099 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 3,309 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 31 Jul 2026 11:32 AM IST
ઉમરપાડામાં ધોધમાર વરસાદથી આમલી ડેમમાં પાણીની આવક વધી, ત્રણ દરવાજા ખોલાયાઉમરપાડામાં ધોધમાર વરસાદથી આમલી ડેમમાં પાણીની આવક વધી, ત્રણ દરવાજા ખોલાયા

સુરત: જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ઉમરપાડા વિસ્તારમાં અવિરત ધોધમાર વરસાદને કારણે આમલી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતી જતી જળ આવકને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ડેમના આઠ દરવાજાઓમાંથી ત્રણ દરવાજા ખોલીને પાણી છોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલ આમલી ડેમની સપાટી 111.80 મીટર નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ 113 મીટર છે, જ્યારે ભયજનક સપાટી 115.80 મીટર છે. ડેમમાં હાલ 3,099 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 3,309 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતા માંડવી તાલુકાના 15 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને નદીકાંઠાના વિસ્તારોમાં ન જવા સૂચના આપી છે અને નદીકાંઠે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.