Get News Alerts

Never miss breaking news updates.

કીમ નદીમાં પૂરથી સુરતમાં જળબંબાકાર, પેટ્રોલ પંપ ડૂબ્યો, માર્ગ બંધ થતાં લોકો પરેશાન

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કીમ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કીમ ચાર રસ્તા નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપમાં કમરથી લઈને છાતી સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો. મોડી રાત્રિથી જ પાણી ભરાવાનું શરૂ થતાં પેટ્રોલ પંપનો સ્ટાફ સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
Admin
AdminUpdated on: 01 Aug 2026 10:17 AM IST
કીમ નદીમાં પૂરથી સુરતમાં જળબંબાકાર, પેટ્રોલ પંપ ડૂબ્યો, માર્ગ બંધ થતાં લોકો પરેશાનકીમ નદીમાં પૂરથી સુરતમાં જળબંબાકાર, પેટ્રોલ પંપ ડૂબ્યો, માર્ગ બંધ થતાં લોકો પરેશાન

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કીમ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કીમ ચાર રસ્તા નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપમાં કમરથી લઈને છાતી સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો. મોડી રાત્રિથી જ પાણી ભરાવાનું શરૂ થતાં પેટ્રોલ પંપનો સ્ટાફ સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

ભારે વરસાદ અને કીમ નદીના વધતા જળસ્તરના કારણે કોસંબાથી કીમને જોડતો ગાયકવાડી માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી અને નદીનું પાણી રોડ પર ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકી ગયો છે. પરિણામે સ્થાનિક લોકોને હવે પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે 15થી 20 કિલોમીટરનો વધારાનો ચકરાવો કરવો પડી રહ્યો છે, જેના કારણે નોકરી-ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ કીમ નદીના પાણી અનેક ગામોમાં પણ ઘૂસી ગયા છે. હથોડા ગામમાં ઘરોમાં નદીનું પાણી પ્રવેશી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં જાણે ઘરની અંદર જ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગે આજે પણ સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કીમ નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.