
Crime News : અમદાવાદમાં કથિત નાણાકીય છેતરપિંડીના વધુ બે મામલા સામે આવ્યા છે.

Kutch Anjar Liquor Car Accident: કચ્છના અંજાર નજીક દારૂ ભરેલી કાર નાળામાં ખાબકતાં કારચાલકનું મોત નીપજ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આંબાપર...

Sejal Patel Attack Navsari: ગણદેવી તાલુકાના ઉંડાચ ગામમાં ગણદેવી તાલુકા પંચાયતનાં અપક્ષ સભ્ય સેજલ પટેલ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગૌચર જમીનના મુદ્દે અરજી કર્યા...

Surat: સુરતમાં લગ્નના બીજા જ દિવસે એક યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પરિવારજનો અને સંબંધીઓમાં ખુશીનો માહોલ હતો, પરંતુ અચાનક બનેલી ઘટનાથી પરિવારમાં શોકની શોકની લાગણી ફેલાઈ છે.

Bharuch Drunk Driving Accident: ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર વિસ્તારમાં મહાદેવ મંદિર નજીક બેફામ કારચાલકે અનેક રાહદારીઓ અને વાહનોને અડફેટે લેતાં ભારે અફરાતફરી મચી હતી. અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા તેમને...

Vadodara ના દાંડિયાબજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનમાં 29 વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. હોટલના રૂમ નંબર 302માંથી પાણીગેટના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Dahod માં પોલીસ લોકઅપની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ગાડીઓની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આરોપીએ છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Kolkata Fire Hotel : કોલકાતાના ન્યૂ માર્કેટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં મધરાતે લાગેલી ભીષણ આગે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ચાર માળની ‘શિખેલ’ હોટલમાં લાગેલી આગમાં નવ બાંગ્લાદેશી નાગરિકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, મોટાભાગના મૃતકો બાંગ્લાદેશથી તબીબી સારવાર માટે કોલકાતા આવ્યા હતા અને હોટલમાં રોકાયા હતા.

Jamnagar: જામનગરમાં પોલીસ કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. એમ.પી. શાહ કોલેજ નજીક બનેલી આ ઘટનાને પગલે ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીને હોમગાર્ડ બાઈક પર લઈ જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકનો લાભ લઈ આરોપી ચાલુ બાઈક પરથી ઉતરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Police : અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ 8થી 10 જેટલા શખ્સોએ ભેગા મળી યુવક પર હુમલો કર્યો હતો, જેમાં યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે.

Jamnagar: જામનગરની જીજી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગના PN3માં બંધ સીડી નજીકથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. હોસ્પિટલ સ્ટાફની નજર બાળકી પર પડતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી આનંદવિહાર સોસાયટીમાં 39 વર્ષીય મહિલાની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. અજાણ્યા શખ્સે મહિલાના શરીરના વિવિધ ભાગોમાં તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું. અજાણ્યા શખ્સે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચાડી મળતી માહિતી મુજબ, ફરિયાદી કિરણ રામસિંગ વસાવેની 39 વર્ષીય બહેન રમિલાબાઈ રામસિંગ વસાવે...

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપને પગલે ચકચાર મચી છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Charkhi Dadri Gangwar: હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં શનિવારે બપોરે ગેંગવોરની એક મોટી ઘટના સામે આવી છે. કોર્ટમાં હાજરી આપવા જઈ રહેલા સ્કોર્પિયો સવાર લોકો પર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે લગભગ 12 વાગ્યે ત્રણ હુમલાખોરો પગપાળા આવ્યા હતા અને...

જામનગર જિલ્લાના કનસુમરા પાટિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.

અમેરિકાના ઇડાહો રાજ્યના ટ્વિન ફોલ્સ શહેરમાં આવેલા ઇન-એન-આઉટ રેસ્ટોરન્ટમાં થયેલી અંધાધૂંધ ગોળીબારે ચકચાર મચાવી દીધી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.