માલપુરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસનો આક્ષેપ, આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપને પગલે ચકચાર મચી છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
Rahul Desai
Rahul Desai
માલપુરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસનો આક્ષેપ, આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયોમાલપુરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસનો આક્ષેપ, આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

અરવલ્લી: માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપને પગલે ચકચાર મચી છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, વહેલી સવારે 8 વર્ષની બાળકી ઘરેથી આશરે 500 મીટર દૂર આવેલી દુકાને બિસ્કિટ લેવા ગઈ હતી. પરિવારજનોના આક્ષેપ મુજબ, દુકાનદારે બાળકીને નજીકના ડુંગર તરફ લઈ જઈ તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળકી સાથે મારામારી કરવામાં આવી હોવા ઉપરાંત તેના શરીર પર બચકા ભરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. દરમિયાન બાળકીની બૂમાબૂમ અને ચીસો સાંભળીને તેની માતા ઘટનાસ્થળે પહોંચી હતી. માતાને આવતી જોઈ આરોપી ત્યાંથી ભાગી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બાળકી ઘરે પરત આવ્યા બાદ તેણે પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ માલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે વાંકાનેડા ગામના નાનાભાઈ રમણભાઈ ખાંટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી.

પરિવારજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં જેલમાં જઈ ચૂક્યો છે. જોકે, આ બાબત સહિત સમગ્ર ઘટનાના તમામ તથ્યો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ આગળ ધપાવી છે.