Dahod માં ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર, PSO સહિત પોલીસ કોન્ટેબલને SP એ કર્યા સસ્પેન્ડ


Dahod
Dahod માં ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર, PSO સહિત પોલીસ કોન્ટેબલને SP એ કર્યા સસ્પેન્ડ


Dahod
Dahod : આ દરમિયાન તકનો લાભ લઈ આરોપી પોલીસની નજરમાંથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, ગાડીઓની છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન આરોપીએ છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. આરોપીની તબિયતને ધ્યાનમાં રાખીને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી હજી પણ પોલીસ પકડથી બહાર
પરંતુ હોસ્પિટલ લઈ જતી વખતે આરોપીએ પોલીસને ચકમો આપ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીના ફરાર થવાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ફરજમાં બેદરકારી બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરાર આરોપી સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ PSO સહિત એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકઅપમાં રહેલા આરોપીની સુરક્ષા અને દેખરેખમાં ચૂક કેવી રીતે થઈ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
LCB અને SOGની ટીમો આરોપીને શોધી રહી છે
આરોપી ફરાર થયા બાદ તેને ઝડપી પાડવા માટે LCB અને SOGની ટીમો મેદાનમાં ઉતરી છે. પોલીસ દ્વારા આરોપીના સંભવિત ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે હવે પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીઓની સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. આરોપીને હોસ્પિટલ લઈ જતી વખતે સુરક્ષા વ્યવસ્થા પૂરતી હતી કે નહીં અને કઈ પરિસ્થિતિમાં આરોપી પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ દાહોદ પોલીસ માટે ફરાર આરોપીને ઝડપવો મોટો પડકાર બન્યો છે. LCB અને SOGની ટીમો દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચાલી રહી છે. આરોપી ઝડપાયા બાદ જ તે કઈ રીતે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો તેની વધુ વિગતો સ્પષ્ટ થશે.




