Jamnagar: જીજી હોસ્પિટલમાં નવજાત બાળકી મૃત હાલતમાં મળી, પોલીસ તપાસ શરૂ

Jamnagar: જામનગરની જીજી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગના PN3માં બંધ સીડી નજીકથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. હોસ્પિટલ સ્ટાફની નજર બાળકી પર પડતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
Rahul Desai
Rahul Desai
Jamnagar: જીજી હોસ્પિટલમાં નવજાત બાળકી મૃત હાલતમાં મળી, પોલીસ તપાસ શરૂJamnagar: જીજી હોસ્પિટલમાં નવજાત બાળકી મૃત હાલતમાં મળી, પોલીસ તપાસ શરૂ

Jamnagar: જામનગરની જીજી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગના PN3માં બંધ સીડી નજીકથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. હોસ્પિટલ સ્ટાફની નજર બાળકી પર પડતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

મળતી માહિતી મુજબ જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગના PPTL/FBની બંધ સીડી નજીકથી નવજાત બાળકી મળી આવી હતી. બાળકી મૃત હાલતમાં હોવાનું સામે આવતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાત્કાલિક 112 નંબર પર જાણ કરવામાં આવી હતી.

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી:

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. નવજાત બાળકીને હોસ્પિટલ પરિસરમાં કોણ અને કયા સંજોગોમાં ત્યજી ગયું તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હાલ પોલીસ દ્વારા હોસ્પિટલ પરિસરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. CCTV ફૂટેજના આધારે બાળકી કોના દ્વારા અને ક્યારે ત્યાં મૂકવામાં આવી તે અંગે મહત્વની કડી મળી શકે છે.

અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે: 

મહત્વનું છે કે જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગ નજીક અગાઉ પણ નવજાત બાળકને ત્યજી દેવાયાની ઘટનાઓ સામે આવી ચૂકી હોવાનું જાણવા મળે છે. જેના કારણે હાલની ઘટનાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.

પોલીસ દ્વારા બાળકીની ઓળખ અને તેને હોસ્પિટલ પરિસરમાં કોણ મૂકી ગયું તે સહિતના મુદ્દાઓ પર તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ અને હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

મુખ્ય મુદ્દા: 

જામનગરની જીજી હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના
ગાયનેક વિભાગના PN3માં નવજાત બાળકી મૃત હાલતમાં મળી
PPTL/FBની બંધ સીડી નજીકથી બાળકી મળી
હોસ્પિટલ સ્ટાફે 112માં જાણ કરી
પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
બાળકી કોના દ્વારા અને કયા સંજોગોમાં ત્યજાઈ તેની તપાસ
CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવે તેવી શક્યતા
અગાઉ પણ ગાયનેક વિભાગ નજીક આવી ઘટનાઓ સામે આવી હતી