Vadodara : દાંડિયા બજારમાં આવેલી હોટલ વિન્ટેજઇન માંથી 2 યુવાનના મળ્યા મૃતદેહ, પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ


Vadodara
Vadodara : દાંડિયા બજારમાં આવેલી હોટલ વિન્ટેજઇન માંથી 2 યુવાનના મળ્યા મૃતદેહ, પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ


Vadodara
Vadodara : મોડી રાત્રે ગુલામમુસ્તફા નૈયર અને ભાયલી ગામના કિશન વસાવા હોટલ વિન્ટેજ ઇનમાં આવ્યા હતા. હોટલ મેનેજમેન્ટ દ્વારા શરૂઆતમાં બંનેને રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. જોકે, રૂમમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા રાત્રે આશરે 3 વાગ્યે બંનેને રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે બંને યુવકો છેલ્લા કેટલાક સમયથી WhatsApp મારફતે એકબીજાના સંપર્કમાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે અંગત સંબંધ હોવાની શક્યતા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે અંતિમ નિષ્કર્ષ હજુ આવ્યો નથી અને સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા
રૂમ નંબર 302માંથી ગુલામમુસ્તફાનો મૃતદેહ મળી આવ્યા બાદ તેના મિત્ર કિશન વસાવાએ જ પોલીસને ઘટનાની જાણ કરી હોવાનું સામે આવ્યું છે. ગુલામમુસ્તફાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે કિશન વસાવાની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં ACP અશોક રાઠવા અને રાવપુરા પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો હોટલ પર પહોંચી ગયો હતો. હોટલમાં યુવકનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી અને હોટલ બહાર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. હાલમાં રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિજનોની પૂછપરછ શરૂ કરાઈ
પોલીસ દ્વારા હોટલના CCTV ફૂટેજ, રૂમમાં હાજર પરિસ્થિતિ અને બંને યુવકોની હિલચાલ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ મૃતક અને તેના મિત્ર વચ્ચેના સંપર્કો અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલ ગુલામમુસ્તફાના રહસ્યમય મોત પાછળનું ચોક્કસ કારણ શું છે તે પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.




