
પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી ઇંધણની બચત થાય છે, માર્ગો પર વાહનોની સંખ્યા ઘટે છે અને ટ્રાફિકના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સાથે જ પર્યાવરણના સંરક્ષણમાં પણ જાહેર પરિવહન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Ahmedabad Metro DGP Travel: અમદાવાદમાં રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ મેટ્રોમાં મુસાફરી કરીને લોકોને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા પ્રેરિત કર્યા છે. ઇન્ચાર્જ ડીજીપી પોતાના નિવાસસ્થાનથી રાણીપ મેટ્રો સ્ટેશન પહોંચ્યા બાદ મેટ્રો મારફતે ગાંધીનગર પોલીસ ભવન સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મેટ્રો સેવા અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. કોટેશ્વર મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા મુસાફરી દરમિયાન ઇન્ચાર્જ ડીજીપીએ...

આ ઉપરાંત, દિલ્હી સરકાર ખાનગી કંપનીઓને પણ વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા અપીલ કરશે. કર્મચારીઓના પેટ્રોલ અને ડીઝલ ભથ્થામાં 20% ઘટાડો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. દર સોમવારને ‘મંડે મેટ્રો ડે’ તરીકે અમલમાં લાવવામાં આવશે, જેમાં અધિકારીઓને મેટ્રો દ્વારા ઓફિસ આવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. સરકારી કોલોનીઓથી મેટ્રો સ્ટેશનો સુધી પહોંચાડવા માટે 58 બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Yogi Government Fuel Saving Decision: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનમાં જોડાઈને રાજ્યના લોકોને બળતણનો વપરાશ ઘટાડવા અને સોનાની બિનજરૂરી ખરીદી ટાળવાની અપીલ કરી. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ, ડીજીપી અને તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજી હતી અને અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલામાં વાહનોની સંખ્યા તાત્કાલિક 50 ટકા ઘટાડવાના...

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીઝલ અને પેટ્રોલની બચત માટે વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ સંદર્ભમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના કારકેડમાં વાહનોની સંખ્યા ઘટાડવાનો અથવા તેને ન્યૂનતમ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અને પર્યાવરણ સુરક્ષા અંગેની અપીલ બાદ હવે કેન્દ્રીય નેતાઓ પણ એક્શનમાં જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના કાફલામાં ઘટાડો કરીને દેશને કિફાયત, ઈંધણ બચત અને પર્યાવરણ સુરક્ષાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચત અપીલની અસર હવે ગુજરાત સરકારના નિર્ણયો પર પણ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભરતાં મંત્રીઓ અને VIP માટેના બિનજરૂરી કોન્વોય તથા પાયલોટિંગ વાહનોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેને કિફાયત અને ઈંધણ બચત તરફનો મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પોતાનો અમેરિકા પ્રવાસ રદ કરી દીધો છે. રાષ્ટ્રીય હિત અને સ્થાનિક વહીવટી કામગીરીને પ્રાથમિકતા આપતા લેવામાં આવેલા આ નિર્ણયને રાજકીય વર્તુળોમાં પ્રશંસનીય પગલું માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગી અને કિફાયતનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીએ પોતાનો મોટો સુરક્ષા કાફલો ઘટાડીને માત્ર બે કાર સાથે કાર્યક્રમમાં હાજરી આપી ઈંધણ બચતનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અને કિફાયતની અપીલ બાદ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. રાજ્યના રાજ્યપાલે હવેથી હેલિકોપ્ટર બદલે ટ્રેન અને બસ જેવી જાહેર પરિવહન સુવિધાનો ઉપયોગ કરવાનો નિર્ણય લઈને મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અપીલને અનુસરતા ગુજરાતમાં પણ કિફાયતની શરૂઆત જોવા મળી રહી છે. દાહોદમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના કાફિલામાંથી પોલીસ એસ્કોર્ટ કાર ઘટાડવાનો નિર્ણય લઈ એક મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મેટ્રો મુસાફરીનો વીડિયો શેર કરતા લખ્યું હતું, “વડાપ્રધાન મોદીના આહ્વાન પર દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તમામ મંત્રીઓએ દૃઢ સંકલ્પ સાથે તેનો અમલ શરૂ કર્યો છે. હું જાહેર પરિવહનનો ઉપયોગ કરીશ અથવા માત્ર જરૂરી હોય ત્યારે જ સરકારી વાહનનો ઉપયોગ કરીશ. આજે સવારે દિલ્હી મેટ્રોની મુસાફરી કરી.”

મધ્ય પૂર્વમાં વધી રહેલા યુદ્ધના તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા અને ઊર્જા સુરક્ષાને મજબૂત રાખવા માટે અનેક મહત્વપૂર્ણ સૂચનો સામે આવ્યા છે. પેટ્રોલ-ડીઝલની બચતથી લઈને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ, જાહેર પરિવહન, ઇલેક્ટ્રિક વાહનો અને સૂર્ય ઊર્જા તરફ વળવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોની નાની નાની બચત અને સમજદારી દેશ માટે મોટું યોગદાન સાબિત થઈ શકે છે.