Get News Alerts

Never miss breaking news updates.

દાહોદ: રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાનો મોટો નિર્ણય, કાફિલામાં પોલીસ એસ્કોર્ટ કાર ઘટાડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અપીલને અનુસરતા ગુજરાતમાં પણ કિફાયતની શરૂઆત જોવા મળી રહી છે. દાહોદમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના કાફિલામાંથી પોલીસ એસ્કોર્ટ કાર ઘટાડવાનો નિર્ણય લઈ એક મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 May 2026 11:38 AM IST
દાહોદ: રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાનો મોટો નિર્ણય, કાફિલામાં પોલીસ એસ્કોર્ટ કાર ઘટાડ્યાદાહોદ: રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાનો મોટો નિર્ણય, કાફિલામાં પોલીસ એસ્કોર્ટ કાર ઘટાડ્યા

દાહોદમાં ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અંગેની અપીલ બાદ મંત્રીએ પોતાના કાફિલામાંથી વધારાની પોલીસ એસ્કોર્ટ કાર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના કાફિલામાં ચાલતી પોલીસ એસ્કોર્ટ વાહનોની સંખ્યા ઘટાડીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ નિર્ણયને સરકારની ઈંધણ બચત અને કિફાયતની નીતિને સમર્થન આપતું પગલું માનવામાં આવી રહ્યું છે.

મંત્રીના આ નિર્ણયથી અન્ય VVIP અને જનપ્રતિનિધિઓને પણ ઈંધણ બચત અને સરકારી વાહનોના ઓછા ઉપયોગનો સીધો સંદેશ આપવામાં આવ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.