અમિત શાહે ઘટાડ્યો કાફલો, આપ્યો ઈંધણ બચત અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ



AI Image
અમિત શાહે ઘટાડ્યો કાફલો, આપ્યો ઈંધણ બચત અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ



AI Image
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચત અને પર્યાવરણ સુરક્ષા અંગેની અપીલ બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના કાફલામાં ઘટાડો કરીને નવી મિસાલ ઉભી કરી છે.
ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવાયું છે કે ઓછા વાહનોનો ઉપયોગ માત્ર પ્રદૂષણ ઘટાડવામાં જ નહીં, પરંતુ વિદેશી મુદ્રાની બચતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
પોસ્ટમાં વધુમાં જણાવાયું હતું કે “બચત દેશની, સુરક્ષા પર્યાવરણની” ના સંદેશ સાથે નવા ભારતની શક્તિ દેશને પ્રાથમિકતા આપવામાં છે. અમિત શાહ દ્વારા કાફલો ઘટાડવાનો નિર્ણય હવે અન્ય નેતાઓ અને જનપ્રતિનિધિઓ માટે પણ પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા અને બિનજરૂરી વાહન વપરાશ ઘટાડવા અપીલ કરી હતી. ત્યારબાદ વિવિધ રાજ્યોમાં પણ મંત્રીઓ અને નેતાઓ દ્વારા કોન્વોયમાં ઘટાડા જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.




