
Dang News : ડાંગ જિલ્લામાં તીવ્ર વળાંકો અને ઢોળાવ ધરાવતા ઘાટવાળા રસ્તા પર બાઈક ચલાવતા એક યુવાનનો જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Navsari Bike Stunt Case: નવસારીમાં રેલવે ઓવરબ્રિજ પર સ્પ્લેન્ડર બાઇકથી જોખમી સ્ટંટ કરનારા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જાહેર રસ્તા પર જોખમી રીતે બાઇક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...

Surat શહેરમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Dwarka Temple : દ્વારકાના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલન અંગે અનેક સવાલો ઊભા થયા છે.

Sonia Gandhi Vande Mataram Viral Video: 80મા સ્વતંત્રતા દિવસના અવસરે કૉંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન બનેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપે આ વીડિયોને લઈને કૉંગ્રેસ પર રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના અપમાનનો આરોપ લગાવ્યો છે. જોકે, કૉંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા છે અને વંદે માતરમનું ગાન અટકાવવાનો કોઈ પ્રયાસ થયો ન હોવાનું...

સંગીત પ્રત્યેનો પ્રેમ હોય તો મુશ્કેલીની સ્થિતિમાં પણ સૂરનો સાથ છૂટતો નથી. જાણીતા ગાયક સોનુ નિગમે હોસ્પિટલમાં સર્જરી દરમિયાન પણ સંગીત પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સર્જરી ટેબલ પરથી જ દિગ્ગજ ગાયક મોહમ્મદ રફીનું લગભગ 77 વર્ષ જૂનું ગીત ગાતા જોવા મળી રહ્યા છે.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક વીડિયો શેર કરવાના મામલે લદ્દાખ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યોગેશ પરમાર સામે Zero FIR નોંધવામાં આવી છે. આ કેસનું ક્ષેત્રાધિકાર કર્ણાટકના મૈસુરમાં આવતું હોવાથી આગળની તપાસ માટે કેસ દેવરાજા પોલીસ સ્ટેશન, મૈસુરને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ફરિયાદ મુજબ યોગેશ પરમારે ફેસબુક પર...

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરીયા-જીતપુર ગામમાં સ્મશાનગૃહની બિસ્માર હાલત સામે આવી છે. ભારે વરસાદ વચ્ચે અંતિમવિધિ માટે પરિવારજનો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જૂનાગઢ: ગિરનાર યાત્રા દરમિયાન તંત્ર દ્વારા લાગુ કરાયેલા નિયમોના ભંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરલ વીડિયોમાં ત્રણ મહિલાઓ પ્રતિબંધ હોવા છતાં પૂજાની સામગ્રી અને મોટો લાડુ લઈને ગિરનારના પગથિયાં પર પહોંચતી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરનારના પ્રવેશદ્વારથી કોઈપણ પ્રકારની પૂજાની સામગ્રી, લાડુ કે અન્ય વસ્તુઓ ઉપર લઈ જવા...

જૂનાગઢ: જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વાઘને ચીડવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઘટનાને ગંભીરતાથી લઈને અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાયરલ વીડિયો અને પ્રાણીસંગ્રહાલયના CCTV ફૂટેજના આધારે વાઘની પજવણી કરનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગે આરોપીની અટકાયત કરીને તેની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ...

Rajkot Aryanagar Clash: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના આર્યનગર વિસ્તારમાં આવેલા જલગંગા ચોક નજીક જાહેરમાં બે જૂથો વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, આર્યનગરના જલગંગા ચોક નજીક કેટલાક ટપોરી તત્વો આમને-સામને આવી ગયા હતા. વાતચીત દરમિયાન શરૂ...

Ujjain Moharram Procession Blast Video: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહર્રમના જુલૂસ દરમિયાન કરવામાં આવેલા એક પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જગાવી છે. વાયરલ વીડિયોમાં એક વાનને ક્રેનની મદદથી ઊંચે લટકાવી તેમાં બ્લાસ્ટ કરવામાં આવતો જોવા મળે છે. આ સમગ્ર ઘટના 23 જૂનની રાત્રે બની હોવાનું કહેવાય છે. ઉજ્જૈનથી 50 કિમી દૂર બારનગરમાં મોહરમના જુલુસ દરમિયાન એક વાનમાં...

અમદાવાદ: શહેરના ખાડિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખાડિયા વિસ્તારમાં દાદાગીરી માટે ચર્ચામાં રહેતો મોન્ટુ નામદાર પોલીસ કર્મચારી સાથે ઉદ્ધત વર્તન કરતો હોવાનું જોવા મળી રહ્યું છે. સામે આવેલા લેટેસ્ટ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસની પકડમાં હોવા...

PM Modi Melodi Chocolate Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે. આ મુલાકાત પર મહત્વપૂર્ણ રાજદ્વારી ચર્ચાઓ વચ્ચે, એક ખૂબ જ રસપ્રદ અને રમુજી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને "પાર્લે મેલોડી" ચોકલેટનું પેકેટ ભેટમાં આપ્યું હતું, જેનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી...