મેઘરજના ખાખરીયા-જીતપુરમાં બિસ્માર સ્મશાનગૃહની સ્થિતિ, વરસાદ વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમયાત્રા

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરીયા-જીતપુર ગામમાં સ્મશાનગૃહની બિસ્માર હાલત સામે આવી છે. ભારે વરસાદ વચ્ચે અંતિમવિધિ માટે પરિવારજનો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Growth Now News
Growth Now News
મેઘરજના ખાખરીયા-જીતપુરમાં બિસ્માર સ્મશાનગૃહની સ્થિતિ, વરસાદ વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમયાત્રામેઘરજના ખાખરીયા-જીતપુરમાં બિસ્માર સ્મશાનગૃહની સ્થિતિ, વરસાદ વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમયાત્રા

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરીયા-જીતપુર ગામમાં સ્મશાનગૃહની બિસ્માર હાલત સામે આવી છે. ભારે વરસાદ વચ્ચે અંતિમવિધિ માટે પરિવારજનો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, ગામના સ્મશાનગૃહની છત પરથી પતરાં ગાયબ હોવાથી વરસાદી માહોલમાં અંતિમવિધિ કરવી મુશ્કેલ બની હતી. ભારે વરસાદથી બચવા માટે અંતિમયાત્રા દરમિયાન તાડપત્રીનો સહારો લેવો પડ્યો હતો. વરસાદ વચ્ચે જ મૃતદેહના અગ્નિસંસ્કારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સ્મશાનગૃહમાં વરસાદના કારણે લાકડાં પણ ભીના થઈ જતા અંતિમવિધિ પૂર્ણ કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. ભીના લાકડાં વચ્ચે લગભગ બે કલાકની જહેમત બાદ અંતિમવિધિ પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનો દ્વારા બિસ્માર હાલતમાં રહેલા સ્મશાનગૃહને લઈને તંત્ર સમક્ષ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સાથે જ ગામમાં નવા અને પાકા સ્મશાનગૃહનું વહેલી તકે નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે.