Navsariમાં રેલવે ઓવરબ્રિજ પર જોખમી સ્ટંટ કરનારા બે યુવકો ઝડપાયા



Navsari Bike Stunt Case
Navsariમાં રેલવે ઓવરબ્રિજ પર જોખમી સ્ટંટ કરનારા બે યુવકો ઝડપાયા



Navsari Bike Stunt Case
Navsari Bike Stunt Case: નવસારીમાં રેલવે ઓવરબ્રિજ પર સ્પ્લેન્ડર બાઇકથી જોખમી સ્ટંટ કરનારા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જાહેર રસ્તા પર જોખમી રીતે બાઇક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

CCTV અને બાતમીદારોની મદદથી આરોપીઓની ઓળખ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી સ્ટંટ કરનારા બંને યુવકોને શોધી કાઢવામાં આવ્યા હતા.
21 વર્ષીય બે યુવકો પોલીસના હાથે ઝડપાયા
પોલીસે ઝડપેલા યુવકોની ઓળખ મિથીલાનગરી વિસ્તારના રહેવાસી 21 વર્ષીય સુરજ છોટેલાલ સહાની અને આશિક અલી રોઝન અલી તરીકે થઈ છે.
જાહેર રસ્તા પર જોખમી ડ્રાઇવિંગ બદલ ગુનો નોંધાયો
જલાલપોર પોલીસે બંને યુવકો વિરુદ્ધ જાહેર રસ્તા પર અત્યંત બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જાહેર રસ્તા પર મોજશોખ કે સોશિયલ મીડિયા માટે કરવામાં આવતા આવા જોખમી સ્ટંટથી સ્ટંટ કરનાર સહિત અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




