ગિરનારના પગથિયાં પર તંત્રના જાહેરનામાનાનો ભંગ , તપાસનો ધમધમાટ શરૂ


AI Generated Images
ગિરનારના પગથિયાં પર તંત્રના જાહેરનામાનાનો ભંગ , તપાસનો ધમધમાટ શરૂ


AI Generated Images
જૂનાગઢ: ગિરનાર યાત્રા દરમિયાન તંત્ર દ્વારા લાગુ કરાયેલા નિયમોના ભંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરલ વીડિયોમાં ત્રણ મહિલાઓ પ્રતિબંધ હોવા છતાં પૂજાની સામગ્રી અને મોટો લાડુ લઈને ગિરનારના પગથિયાં પર પહોંચતી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરનારના પ્રવેશદ્વારથી કોઈપણ પ્રકારની પૂજાની સામગ્રી, લાડુ કે અન્ય વસ્તુઓ ઉપર લઈ જવા પર વહીવટી તંત્ર દ્વારા સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
તેમ છતાં ત્રણ મહિલાઓ પોલીસની નજર ચૂકવીને પૂજાની થાળી અને મોટો લાડુ લઈને ગિરનારના અંદાજે 30મા પગથિયાં સુધી પહોંચી હતી. વાયરલ વીડિયોમાં તેઓ ધાર્મિક વિધિ સાથે લાડુ પધરાવતા સ્પષ્ટપણે જોવા મળે છે. વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રએ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી છે. હાલ વીડિયોની સત્યતા તેમજ મહિલાઓની ઓળખ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.




