જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનાર સામે કડક કાર્યવાહી, વન વિભાગે કરી અટકાયત


AI Generated Images
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનાર સામે કડક કાર્યવાહી, વન વિભાગે કરી અટકાયત


AI Generated Images
જૂનાગઢ: જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વાઘને ચીડવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઘટનાને ગંભીરતાથી લઈને અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાયરલ વીડિયો અને પ્રાણીસંગ્રહાલયના CCTV ફૂટેજના આધારે વાઘની પજવણી કરનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગે આરોપીની અટકાયત કરીને તેની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાણીઓને હેરાન કરવા, ચીડવવા તેમજ પ્રાણીસંગ્રહાલયના નિયમોનો ભંગ કરવા બદલ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના તંત્રએ મુલાકાતીઓને અપીલ કરી છે કે ઝૂમાં કોઈપણ પ્રાણીને ખોરાક આપવો, પાંજરા પાસે જવું અથવા પ્રાણીઓને ચીડવવાનો પ્રયાસ કરવો સખત મનાઈ છે. આવી હરકતો માત્ર પ્રાણીઓ માટે જ નહીં પરંતુ મુલાકાતીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે ડીસીએફ રાજદીપ ઝાલાએ જણાવ્યું કે વન્યજીવોની સુરક્ષા અને પ્રાણીસંગ્રહાલયના નિયમોના પાલન માટે વિભાગ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આવા કિસ્સાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.




