Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં જાહેરમાં ધિંગાણું, આર્યનગરના જલગંગા ચોક પાસે મારામારીનો વીડિયો વાયરલ

Rajkot Aryanagar Clash: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના આર્યનગર વિસ્તારમાં આવેલા જલગંગા ચોક નજીક જાહેરમાં બે જૂથો વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, આર્યનગરના જલગંગા ચોક નજીક કેટલાક ટપોરી તત્વો આમને-સામને આવી ગયા હતા. વાતચીત દરમિયાન શરૂ...
R Gajjar
R GajjarUpdated on: 02 Jul 2026 02:43 PM IST
રાજકોટમાં જાહેરમાં ધિંગાણું, આર્યનગરના જલગંગા ચોક પાસે મારામારીનો વીડિયો વાયરલરાજકોટમાં જાહેરમાં ધિંગાણું, આર્યનગરના જલગંગા ચોક પાસે મારામારીનો વીડિયો વાયરલ

AI Generated Images

Rajkot Aryanagar Clash:  રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના આર્યનગર વિસ્તારમાં આવેલા જલગંગા ચોક નજીક જાહેરમાં બે જૂથો વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, આર્યનગરના જલગંગા ચોક નજીક કેટલાક ટપોરી તત્વો આમને-સામને આવી ગયા હતા. વાતચીત દરમિયાન શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે જાહેર રસ્તા પર જ મારામારી શરૂ થઈ ગઈ હતી.

ધોળા દિવસે ભરી બજારમાં બનેલી આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અચાનક સર્જાયેલા હોબાળા અને મારામારીના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હવે પોલીસ તંત્ર સામે કાર્યવાહી અંગે સવાલો ઊભા થયા છે. શહેરના નાગરિકોમાં પણ જાહેરમાં કાયદાની ધજાગરા ઉડાડતા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વીડિયોના આધારે સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી તપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ શહેર પોલીસ વાયરલ વીડિયો આધારે આરોપીઓને ક્યારે ઝડપી પાડે છે અને જાહેરમાં આતંક મચાવનારા તત્વો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com