
Arjuna Award 2025: ભારત સરકારે નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2025ની જાહેરાત કરી છે. રમતગમત ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને સન્માનિત કરવા માટે આ વર્ષે 17 ખેલાડીઓની અર્જુન અવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ચેસ, હોકી, શૂટિંગ, કબડ્ડી, રોઇંગ અને પેરા સ્પોર્ટ્સ સહિત વિવિધ રમતોના ખેલાડીઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા જાહેર...

Hockey World Cup 2026: FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી છે. પુલ-Dની પ્રથમ મેચમાં ભારતે વેલ્સને 3-1થી હરાવીને ત્રણ મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા છે.** એમ્સ્ટેલવીનના વાગેનર હોકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પરથી બે ગોલ ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

65th Subroto Cup: પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટની 65મી આવૃત્તિનો પ્રારંભ 18 ઓગસ્ટ 2026થી થશે. આ ટુર્નામેન્ટમાં ત્રણ કેટેગરીમાં કુલ 107 ટીમો ભાગ લેશે. નવી દિલ્હી NCR અને બેંગલુરુ ખાતે યોજાનારી આ સ્પર્ધા 24 સપ્ટેમ્બર સુધી ચાલશે.

Commonwealth Games 2026 Medal Winners: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં દેશનું ગૌરવ વધારનારા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે 4 વાગ્યે મુલાકાત કરશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા છે. રેસલિંગ, બેડમિન્ટન, હોકી અને શૂટિંગ જેવી કેટલીક મહત્વની રમતોની ગેરહાજરી હોવા છતાં ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં નોંધપાત્ર પ્રદર્શન કર્યું...

Commonwealth Games Flag Gujarat: ગુજરાતમાં આગામી 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ-CWG રમતોત્સવની ઔપચારિક તૈયારીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને વધુ વેગ મળશે. ગ્લાસગો CWGનું સમાપન થતાં કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ આગામી 2030માં CWGના યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ...

India vs Pakistan Hockey World Cup 2026: FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF)એ 20 સભ્યોની ટીમ અને સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. 15થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા વર્લ્ડ કપમાં 19 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. આ વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાનને પૂલ-Dમાં રાખવામાં આવ્યા છે, જેમાં ઇંગ્લેન્ડ અને...

કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધારનારી ભારતીય ટીમનું મંગળવારે દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ, પરિવારજનો, રમત અધિકારીઓ અને સમર્થકો એરપોર્ટ પહોંચ્યા હતા. ઢોલ-નગારાં, ફૂલહાર અને ભારત માતાના જયઘોષ વચ્ચે ખેલાડીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Lovlina Borgohain India Map Controversy: કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનાર ભારતીય મહિલા બોક્સર લવલીના બોર્ગોહૈને ભારતના ખોટા નકશાને લઈને કડક વાંધો ઉઠાવ્યો છે. ભારતીય ખેલાડીઓના સન્માન માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાયેલા નેપકિન અને બહાર દર્શાવવામાં આવેલા ભારતના નકશામાં ઉત્તર-પૂર્વ ભારત (નોર્થ ઈસ્ટ)ને દર્શાવવામાં આવ્યું ન હોવાથી તેમણે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અસમની રહેવાસી લવલીનાએ...

Sakshi Chaudhary Commonwealth Games 2026 Gold: ભારતીય બોક્સિંગ માટે ગૌરવની ક્ષણ સર્જતા હરિયાણાના ભિવાનીની બોક્સર સાક્ષી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા 51 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને એકતરફી મુકાબલામાં 5-0ના અંતરથી હરાવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. સાક્ષીએ પ્રથમ રાઉન્ડથી જ આક્રમક રમત બતાવી હતી અને ત્રણેય રાઉન્ડમાં પોતાનું...

CWG 2026 India Boxing Gold: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2026માં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. માત્ર 30 મિનિટના અંતરે પ્રીતિ પવાર અને જાસ્મિન લાંબોરિયાએ બે ગોલ્ડ મેડલ જીતીને ભારતને ઐતિહાસિક સફળતા અપાવી છે. સૌપ્રથમ 54 કિલો વજન વર્ગમાં પ્રીતિ પવારે કેનેડાની સ્કાર્લેટ સવાના ડેલગાડોને એકતરફી મુકાબલામાં 5-0થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. પ્રીતિએ ત્રણેય રાઉન્ડમાં...

Gyaneshwari Devi Commonwealth Games 2026 Silver: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મહિલા વેઇટલિફ્ટર જ્ઞાનેશ્વરી દેવીએ 53 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતતાં ભારતના ખાતામાં પાંચમો મેડલ ઉમેર્યો છે. આ સ્પર્ધામાં નાઈજીરિયાની ઓનોમે ઓમોલોલા ડિડિહએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કેનેડાની રેબેકા ગ્રાઉલક્સ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. આ પરિણામ બાદ ભારત પાંચ મેડલ સાથે મેડલ ટેલીમાં આઠમા...

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના મેડલ ટેલીમાં વધુ એક મેડલનો ઉમેરો થયો છે. ભારતીય વેઇટલિફ્ટર ચનંબમ ઋષિકાંત સિંહે પુરુષોની 60 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે કુલ 264 કિગ્રા વજન ઉઠાવીને પોડિયમ પર બીજું સ્થાન મેળવ્યું. આ સાથે ભારતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનું બીજું મેડલ જીત્યું છે.

ભારતીય મેન્સ વોલીબોલ ટીમે અમદાવાદમાં રમાઈ રહેલા AVC Men's Volleyball Cup 2026માં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. પૂલ સ્ટેજની છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સીધા ત્રણ સેટમાં 3-0થી હરાવી સતત પાંચમી જીત મેળવી અને પ્રથમ વખત પૂલમાં ટોચનું સ્થાન મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

AVC Men's Volleyball Cup 2026: AVC Men's Volleyball Cup 2026માં ભારતીય વોલીબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરીને એશિયન વોલીબોલ જગતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ટીમ ઇન્ડિયાએ સતત ચાર મેચમાં જીત મેળવીને માત્ર ગ્રુપ સ્ટેજમાં જ દબદબો જમાવ્યો નથી, પરંતુ સેમિફાઇનલ માટે પણ મજબૂત દાવેદારી રજૂ કરી છે. ભારતે પોતાના અભિયાનની શરૂઆત જબરદસ્ત જીત સાથે કરી હતી અને ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન...

નર્મદા જિલ્લાના રાજપીપળાની દીકરી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ ખાતે તા. 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

India U18 Hockey Asia Cup Champion: ભારતીય U-18 પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં એશિયા કપ 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઇનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. જાપાનના કાકામિગાહારા ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં આશિષ તાની પુર્તીએ હેટ્રિક ફટકારી હતી, જ્યારે કેપ્ટન કેતન કુશવાહાએ એક ગોલ નોંધાવ્યો હતો. સતત બીજી મેચમાં આશિષની...