ભારતના નકશામાંથી નોર્થઇસ્ટ ગાયબ!, CWG મેડલ વિજેતા બોક્સર લોવલીનાનો રોષ!

Lovlina Borgohain India Map Controversy: કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનાર ભારતીય મહિલા બોક્સર લવલીના બોર્ગોહૈને ભારતના ખોટા નકશાને લઈને કડક વાંધો ઉઠાવ્યો છે. ભારતીય ખેલાડીઓના સન્માન માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાયેલા નેપકિન અને બહાર દર્શાવવામાં આવેલા ભારતના નકશામાં ઉત્તર-પૂર્વ ભારત (નોર્થ ઈસ્ટ)ને દર્શાવવામાં આવ્યું ન હોવાથી તેમણે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અસમની રહેવાસી લવલીનાએ...
Rupin Bakraniya
Rupin Bakraniya
ભારતના નકશામાંથી નોર્થઇસ્ટ ગાયબ!, CWG મેડલ વિજેતા બોક્સર લોવલીનાનો રોષ!ભારતના નકશામાંથી નોર્થઇસ્ટ ગાયબ!, CWG મેડલ વિજેતા બોક્સર લોવલીનાનો રોષ!

Lovlina Borgohain India Map Controversy: કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનાર ભારતીય મહિલા બોક્સર લવલીના બોર્ગોહૈને ભારતના ખોટા નકશાને લઈને કડક વાંધો ઉઠાવ્યો છે. ભારતીય ખેલાડીઓના સન્માન માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાયેલા નેપકિન અને બહાર દર્શાવવામાં આવેલા ભારતના નકશામાં ઉત્તર-પૂર્વ ભારત (નોર્થ ઈસ્ટ)ને દર્શાવવામાં આવ્યું ન હોવાથી તેમણે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

અસમની રહેવાસી લવલીનાએ જણાવ્યું કે પોતાના દેશનો અધૂરો નકશો જોઈને તેમને ખૂબ દુઃખ થયું. તેમણે રેસ્ટોરન્ટ સંચાલકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારતના નકશામાં દેશના દરેક ભાગને યોગ્ય રીતે દર્શાવવો જોઈએ અને આવી ભૂલ ફરી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

રેસ્ટોરન્ટે માફી માંગી
ભારતીય બોક્સિંગ ફેડરેશનના પ્રમુખ અજય સિંહે જણાવ્યું કે તેઓ પણ આ કાર્યક્રમમાં હાજર હતા અને આ ભૂલ અંગે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મેનેજમેન્ટે તરત જ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી અને યોગ્ય ભારતના નકશાવાળા નવા નેપકિન મંગાવવાની ખાતરી આપી હતી.

અસમના પૂરગ્રસ્તોને સમર્પિત કર્યો મેડલ
લવલીના બોર્ગોહૈને પોતાનો કોમનવેલ્થ ગેમ્સનો સિલ્વર મેડલ આસામના પૂરગ્રસ્ત લોકોને સમર્પિત કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં પૂરથી હજારો લોકો મુશ્કેલીમાં છે અને તેઓ ખેલ સ્પર્ધામાં વ્યસ્ત હોવાથી પોતાના લોકોની વચ્ચે રહી શક્યા નહોતા. તેથી તેમણે પોતાના મેડલને આસામના લોકોને સમર્પિત કરવાનો નિર્ણય લીધો. લવલીનાના આ પગલાને સોશિયલ મીડિયા પર પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને દેશના નકશા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની માંગ ઉઠી રહી છે.