ભારત બન્યું U-18 હોકી એશિયા કપ ચેમ્પિયન, જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત જીત્યો ખિતાબ, મહિલા ટીમે બ્રોન્ઝ જીત્યો



AI Generated Images
ભારત બન્યું U-18 હોકી એશિયા કપ ચેમ્પિયન, જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત જીત્યો ખિતાબ, મહિલા ટીમે બ્રોન્ઝ જીત્યો



AI Generated Images
India U18 Hockey Asia Cup Champion: ભારતીય U-18 પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં એશિયા કપ 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઇનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. જાપાનના કાકામિગાહારા ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં આશિષ તાની પુર્તીએ હેટ્રિક ફટકારી હતી, જ્યારે કેપ્ટન કેતન કુશવાહાએ એક ગોલ નોંધાવ્યો હતો.
સતત બીજી મેચમાં આશિષની હેટ્રિક
આશિષ તાની પુર્તી સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી મોટા હીરો સાબિત થયા હતા. સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે પણ તેમણે હેટ્રિક સાથે કુલ ચાર ગોલ કર્યા હતા. ફાઇનલમાં ફરી એકવાર ત્રણ ગોલ ફટકારી તેમણે ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. 17 ગોલ સાથે આશિષ ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર પણ રહ્યા હતા.
ભારતનો ત્રીજો એશિયા કપ ખિતાબ
ભારતે અગાઉ 2001 અને 2016માં U-18 હોકી એશિયા કપ જીત્યો હતો. હવે 2026માં જાપાનને હરાવી ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. બીજી તરફ પાકિસ્તાને મલેશિયાને હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
મહિલા ટીમે પણ જીત્યો બ્રોન્ઝ
ભારતીય મહિલા U-18 હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતે દક્ષિણ કોરિયાને 3-0થી હરાવ્યું હતું. મહિલા સ્પર્ધામાં ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની નૌશીન નાઝ 12 ગોલ સાથે ટૂર્નામેન્ટની ટોપ સ્કોરર બની હતી.
PM મોદીએ આપી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરુષ અને મહિલા બંને ભારતીય ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે પુરુષ ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર ટીમવર્ક અને કુશળતાનું પ્રદર્શન કર્યું, જ્યારે મહિલા ટીમે પણ લડાયક રમત બતાવી ભારતીય હોકીની વધતી શક્તિનો પરિચય કરાવ્યો છે.
ખેલાડીઓ માટે ઇનામની જાહેરાત
હોકી ઇન્ડિયાએ ચેમ્પિયન બનેલી પુરુષ ટીમના દરેક ખેલાડીને ₹3 લાખ અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને ₹1.5 લાખ આપવાની જાહેરાત કરી છે. મહિલા ટીમના દરેક ખેલાડીને ₹1 લાખ અને સપોર્ટ સ્ટાફને ₹50 હજારનું ઇનામ આપવામાં આવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



