કોમનવેલ્થ ગેમ્સ 2026: ભારતીય બોક્સર સાક્ષી ચૌધરીએ જીત્યો ગોલ્ડ, ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને 5-0થી હરાવી

Sakshi Chaudhary Commonwealth Games 2026 Gold: ભારતીય બોક્સિંગ માટે ગૌરવની ક્ષણ સર્જતા હરિયાણાના ભિવાનીની બોક્સર સાક્ષી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા 51 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને એકતરફી મુકાબલામાં 5-0ના અંતરથી હરાવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. સાક્ષીએ પ્રથમ રાઉન્ડથી જ આક્રમક રમત બતાવી હતી અને ત્રણેય રાઉન્ડમાં પોતાનું...
Rupin Bakraniya
Rupin Bakraniya
કોમનવેલ્થ ગેમ્સ 2026: ભારતીય બોક્સર સાક્ષી ચૌધરીએ જીત્યો ગોલ્ડ, ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને 5-0થી હરાવીકોમનવેલ્થ ગેમ્સ 2026: ભારતીય બોક્સર સાક્ષી ચૌધરીએ જીત્યો ગોલ્ડ, ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને 5-0થી હરાવી

Sakshi Chaudhary Commonwealth Games 2026 Gold:  ભારતીય બોક્સિંગ માટે ગૌરવની ક્ષણ સર્જતા હરિયાણાના ભિવાનીની બોક્સર સાક્ષી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા 51 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને એકતરફી મુકાબલામાં 5-0ના અંતરથી હરાવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. સાક્ષીએ પ્રથમ રાઉન્ડથી જ આક્રમક રમત બતાવી હતી અને ત્રણેય રાઉન્ડમાં પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તેના શાનદાર પ્રદર્શન સામે રૂબી વ્હાઇટ કોઈ પડકાર ઉભો કરી શકી નહોતી. ત્રીજો રાઉન્ડ પૂર્ણ થતાં જ સાક્ષીએ પોતાની જીતની ઉજવણી શરૂ કરી દીધી હતી.

54 કિગ્રાથી 51 કિગ્રા વર્ગમાં આવીને સર્જ્યો ઈતિહાસ
આ સફળતા પાછળ સાક્ષીની કઠોર મહેનત અને મોટો ત્યાગ છુપાયેલો છે. તે અગાઉ 54 કિલોગ્રામ વજન વર્ગમાં રમતી હતી, પરંતુ આ વર્ગમાં ભારતનો ક્વોટા પહેલેથી જ ભરાઈ જતા તેણે પોતાનું વજન ઘટાડીને 51 કિલોગ્રામ વર્ગમાં સ્પર્ધા કરવાનો નિર્ણય લીધો. આ માટે તેણે એક મહિનાથી વધુ સમય સુધી કડક ડાયેટનું પાલન કર્યું. રોટલી સંપૂર્ણપણે છોડી માત્ર અંકુરિત અનાજ, દહીં અને મર્યાદિત પનીરનો આહાર અપનાવ્યો હતો.

ભારતના મેડલની સંખ્યા 32 પર પહોંચી
સાક્ષીના ગોલ્ડ સાથે કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના કુલ મેડલની સંખ્યા 32 પર પહોંચી છે. જેમાં 9 ગોલ્ડ, 15 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સાક્ષી અગાઉ પણ જુનિયર અને યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવાની સિદ્ધિ મેળવી ચૂકી છે. કોમનવેલ્થ ગેમ્સની ટીમમાં સ્થાન મેળવવા માટે તેણે વિશ્વ ચેમ્પિયન નીખત ઝરીન અને પૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન મીનાક્ષી હુડ્ડા જેવી દિગ્ગજ ખેલાડીઓને પણ પરાજય આપ્યો હતો.