CWG 2026: જ્ઞાનેશ્વરી દેવીએ વેઇટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વર, ભારતને મળ્યો પાંચમો મેડલ


AI Generated Images
CWG 2026: જ્ઞાનેશ્વરી દેવીએ વેઇટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વર, ભારતને મળ્યો પાંચમો મેડલ


AI Generated Images
Gyaneshwari Devi Commonwealth Games 2026 Silver: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મહિલા વેઇટલિફ્ટર જ્ઞાનેશ્વરી દેવીએ 53 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતતાં ભારતના ખાતામાં પાંચમો મેડલ ઉમેર્યો છે. આ સ્પર્ધામાં નાઈજીરિયાની ઓનોમે ઓમોલોલા ડિડિહએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કેનેડાની રેબેકા ગ્રાઉલક્સ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. આ પરિણામ બાદ ભારત પાંચ મેડલ સાથે મેડલ ટેલીમાં આઠમા સ્થાને છે.
કુલ 199 કિલોગ્રામ વજન ઉઠાવી જીત્યો સિલ્વર
જ્ઞાનેશ્વરી દેવીએ સ્પર્ધામાં કુલ 199 કિલોગ્રામ વજન ઉઠાવ્યું. તેમણે સ્નેચમાં 88 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિલોગ્રામ સફળતાપૂર્વક ઉઠાવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. ગોલ્ડ મેડલ વિજેતા ડિડિહે કુલ 206 કિલોગ્રામ (93 કિગ્રા સ્નેચ + 113 કિગ્રા ક્લીન એન્ડ જર્ક) વજન ઉઠાવી નવો કોમનવેલ્થ ગેમ્સ અને કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો.
બંને વિભાગમાં સતત સફળ પ્રયાસ
સ્નેચ રાઉન્ડમાં જ્ઞાનેશ્વરીએ પોતાના ત્રણેય પ્રયાસોમાં 82 કિગ્રા, 85 કિગ્રા અને 88 કિગ્રા વજન સફળતાપૂર્વક ઉઠાવ્યું. ત્યારબાદ ક્લીન એન્ડ જર્કમાં પણ તેમણે 103 કિગ્રા, 107 કિગ્રા અને 111 કિગ્રાના ત્રણેય પ્રયાસ સફળ કર્યા અને સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો.
ભારતનો પાંચમો મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે આ પાંચમો મેડલ છે.
અગાઉ,
- ઝંડૂ કુમારે પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ જીત્યો હતો.
- ઋષિકાંત સિંહે પુરુષોની 60 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં સિલ્વર જીત્યો.
- મીરાબાઈ ચાનૂએ 48 કિગ્રા વર્ગમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો.
- મુથુપાંડી રાજાએ 65 કિગ્રા વર્ગમાં સિલ્વર જીત્યો હતો.
હવે જ્ઞાનેશ્વરી દેવીના સિલ્વર સાથે ભારતના મેડલની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે અને આગામી સ્પર્ધાઓમાં વધુ મેડલની આશા વધી છે.




