હોકી વર્લ્ડ કપ 2026માં 19 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, પાકિસ્તાને જાહેર કરી 20 સભ્યોની ટીમ


હોકી વર્લ્ડ કપ 2026માં 19 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, પાકિસ્તાને જાહેર કરી 20 સભ્યોની ટીમ


India vs Pakistan Hockey World Cup 2026: FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF)એ 20 સભ્યોની ટીમ અને સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. 15થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા વર્લ્ડ કપમાં 19 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. આ વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાનને પૂલ-Dમાં રાખવામાં આવ્યા છે, જેમાં ઇંગ્લેન્ડ અને વેલ્સની ટીમો પણ સામેલ છે.
અબુ બકરને મળી ટીમની કમાન
તાજેતરમાં પાકિસ્તાન હોકી ફેડરેશને લાંબા સમયથી ટીમની કમાન સંભાળતા અમ્માદ બટને કેપ્ટન પદેથી હટાવી અબુ બકરને નવો કેપ્ટન જાહેર કર્યો હતો. જોકે અમ્માદ બટ સિનિયર ખેલાડી તરીકે ટીમનો ભાગ રહેશે. PHFએ જણાવ્યું હતું કે યુવા અને અનુભવી ખેલાડીઓના સંયોજનથી પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં મજબૂત પડકાર આપવાનો પ્રયાસ કરશે.
પાકિસ્તાનનો શેડ્યૂલ
- 15 ઓગસ્ટ: પાકિસ્તાન vs ઇંગ્લેન્ડ
- 17 ઓગસ્ટ: પાકિસ્તાન vs વેલ્સ
- 19 ઓગસ્ટ: ભારત vs પાકિસ્તાન
- 20 સભ્યોની પાકિસ્તાન ટીમ
વકાર, મુહમ્મદ અબ્દુલ્લા, મુહમ્મદ સુફિયાન ખાન, મોઇન શકીલ, અબ્દુલ વહીદ અશરફ રાણા, અબ્દુલ હનાન શાહિદ, જકારિયા હયાત, અરશદ લિયાકત, આદિલ લતીફ, અહમદ નદીમ, ગજનફર અલી, ઇમાદ શકીલ બટ, મુહમ્મદ હમાદુદ્દીન અંજુમ, રહમાન અબ્દુલ, અફરાજ, ઉમર મુસ્તફા, અબુ બકર મહમૂદ, અલી રઝા, અબ્દુલ મતન અને મુહમ્મદ ઇમાદ.
ગોલકીપર: વકાર અને અલી રઝા.
ટીમ મેનેજમેન્ટ
ટીમ મેનેજર: મુહમ્મદ ઓવૈસ કર્ની
હેડ કોચ: બોબ જોહાન વેલ્ડહોફ (નેધરલેન્ડ્સ)
આસિસ્ટન્ટ કોચ: ક્રિસ્ટોફર જોન બોવેન (ગ્રેટ બ્રિટન)
આસિસ્ટન્ટ કોચ: અદનાન જાકિર
વીડિયો ટેક્નિશિયન: અશરફ સુલ્તાન
ભારત-પાકિસ્તાન મુકાબલા પર સૌની નજર
હોકી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા સૌથી વધુ ચર્ચામાં રહે છે. 19 ઓગસ્ટે યોજાનારી આ ટક્કર પર વિશ્વભરના હોકી ચાહકોની નજર રહેશે.




