
GST Collection: ઓક્ટોબર 2026માં ભારતનું GST કલેક્શન 22.9 ટકા વધીને રૂ. 2.31 લાખ કરોડ થયું. નેટ GST આવકમાં 25.6 ટકા અને આયાતી કર આવકમાં 42.2%નો વધારો નોંધાયો.

India US trade agreement: ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાર મૂક્યો છે.

India Economic Growth Rate 2026: ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ પર વૈશ્વિક સ્તરે વિશ્વાસ વધી રહ્યો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સચિવ ડૉ. સૌરભ ગર્ગે રવિવારે જણાવ્યું હતું કે ભારત...

Economic Growth: ભારતની આર્થિક પ્રગતિને લઈને વૈશ્વિક સ્તરના અર્થશાસ્ત્રીઓએ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે.

Indian Stock Market Today: મધ્ય-પૂર્વમાં ફરી વધેલા તણાવની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. બુધવારના ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 373.93 અંક એટલે કે 0.49 ટકા ઘટીને 76,570.35 પર બંધ...

Gautam Adani Infrastructure Credit Framework: અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ભારતની અગ્રણી ક્રેડિટ રેટિંગ સંસ્થા કેરએજ ગ્રૂપને એક મહત્વપૂર્ણ આહ્વાન કરતાં જણાવ્યું છે કે બદલાતા વૈશ્વિક અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર...

PM Modi Vision Indian Industry: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી રજૂ કરેલા ભારતના વિકાસના વિઝનની ઉદ્યોગ અને વેપાર જગતે પ્રશંસા કરી છે. ઉદ્યોગ સંગઠન **એસોચેમ (ASSOCHAM)**નું કહેવું છે કે વડાપ્રધાનના સંબોધનમાં આત્મનિર્ભરતા, ‘વોકલ ફોર લોકલ’, સ્થાનિક ઉત્પાદન અને વ્યૂહાત્મક ક્ષમતાઓ મજબૂત બનાવવાના ભારથી ભારતીય ઉદ્યોગ અને વેપારી સમુદાયમાં નવો આત્મવિશ્વાસ ઊભો થયો છે. 2047 સુધી...

ભારતમાં જુલાઈ 2026 દરમિયાન રિટેલ મોંઘવારી દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે. જોકે, ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે મોંઘવારી દરમાં વધારો થવાનું જોખમ યથાવત્ છે. બેંક ઓફ બરોડાના ગુરુવારે જાહેર થયેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકા ક્રિટિકલ મિનરલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ વધારવા માટે ચર્ચા કરી રહ્યા છે. જયપુરમાં યોજાયેલી ‘બ્રિક્સ 2026 ટ્રેડ મિનિસ્ટર્સ મીટિંગ’ દરમિયાન બંને દેશોએ આ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી હતી.

સુધરતી વ્યાપક આર્થિક સ્થિતિ વચ્ચે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7 ટકા સુધી રહી શકે છે. SBI રિસર્ચના એક અહેવાલમાં આ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

Sensex Nifty Market Rally: વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારે ગુરુવારે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં પણ તેજી નોંધાવી હતી. દિવસના અંતે સેન્સેક્સ 273.55 અંકના વધારા સાથે 77,928.15 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 66.95 અંક ઉછળી 24,317.15ના સ્તરે પહોંચ્યો. મુખ્ય સૂચકાંકોમાં તેજી જોવા મળી હોવા છતાં વ્યાપક બજારનું પ્રદર્શન થોડું નબળું રહ્યું. નિફ્ટી મિડકેપ 100માં 0.35 ટકા અને સ્મોલકેપ...

India Direct Tax Collection: ભારતના અર્થતંત્ર માટે વધુ એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 13 જુલાઈ સુધી દેશનું કુલ (Gross) ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.11 ટકા વધીને 7.74 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ વૃદ્ધિ પાછળ કોર્પોરેટ ટેક્સ, નોન-કોર્પોરેટ ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં નોંધાયેલી મજબૂત વસૂલાત મુખ્ય કારણ હોવાનું સત્તાવાર આંકડાઓમાં જણાવાયું છે. રિફંડ...

મુંબઈ: અગાઉના ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડા બાદ ભારતીય શેરબજારે ગુરુવારે જોરદાર કમબેક કર્યું હતું. દિવસના અંતે BSE સેન્સેક્સ 238.22 અંકના વધારા સાથે 76,741.82 પર, જ્યારે NSE નિફ્ટી 80.75 અંકની તેજી સાથે 23,962.80 પર બંધ થયો હતો. નિફ્ટી દિવસ દરમિયાન 24,000ના મહત્વના સ્તરની નજીક પહોંચ્યો હતો.

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ ભારતના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves)માં ફરી વધારો નોંધાયો છે. 19 જૂન 2026ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વમાં 96.3 કરોડ ડોલરનો વધારો થતાં તે વધીને 672.587 અબજ ડોલર પર પહોંચ્યું છે. ગત સપ્તાહમાં થયેલી ઘટાડાની ભરપાઈ સાથે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર ફરી મજબૂત બન્યું છે. આ સાથે ભારત વિશ્વના સૌથી મોટા ફોરેક્સ રિઝર્વ ધરાવતા દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

India Engineering Exports Record: ભારતના એન્જિનિયરિંગ ઉત્પાદનોની નિકાસે મે 2026 દરમિયાન ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. પ્રથમ વખત દેશની એન્જિનિયરિંગ નિકાસ 12.31 અબજ ડોલર સુધી પહોંચી છે. ગયા વર્ષની સરખામણીએ આ નિકાસમાં 24.48 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિક વેપારના પડકારો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ છતાં ભારતે આ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. સરકારી આંકડા મુજબ, મે 2025માં એન્જિનિયરિંગ નિકાસ...

Indian Stock Market Crash 2026: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વેસ્ટ એશિયામાં વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને રૂપિયામાં નબળાઈ વચ્ચે ભારતીય બજારોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે વિશ્વની ટોપ-100 લિસ્ટેડ કંપનીઓમાં હવે એકપણ ભારતીય કંપની સામેલ નથી. બ્લૂમબર્ગના માર્કેટ કેપિટલાઇઝેશન આધારિત આંકડા મુજબ, વર્ષ 2025ની શરૂઆતમાં Reliance Industries (RIL), HDFC Bank અને Tata Consultancy Services (TCS) વિશ્વની ટોપ-1