Get News Alerts

Never miss breaking news updates.

Economic Growthને બિરદાવી, શિક્ષણ અને મુક્ત વેપારથી બનશે વૈશ્વિક આર્થિક શક્તિ

Economic Growth: ભારતની આર્થિક પ્રગતિને લઈને વૈશ્વિક સ્તરના અર્થશાસ્ત્રીઓએ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 04 Oct 2026 03:43 PM IST
Economic Growthને બિરદાવી, શિક્ષણ અને મુક્ત વેપારથી બનશે વૈશ્વિક આર્થિક શક્તિEconomic Growthને બિરદાવી, શિક્ષણ અને મુક્ત વેપારથી બનશે વૈશ્વિક આર્થિક શક્તિ

Economic Growth

Economic Growth: ભારતની આર્થિક પ્રગતિને લઈને વૈશ્વિક સ્તરના અર્થશાસ્ત્રીઓએ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. 5મા કૌટિલ્ય ઇકોનોમિક કોન્ફરન્સ (KEC 2026) દરમિયાન અર્થશાસ્ત્રીઓએ ભારતના વિકાસની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ટકાઉ વિકાસ, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મુક્ત વેપાર અને યોગ્ય કર વ્યવસ્થા ભારતને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ તરીકે વધુ મજબૂત બનાવી શકે છે.

વિકાસલક્ષી નીતિઓથી ભારતને ફાયદો

સ્વીડિશ અર્થશાસ્ત્રી ડેનિયલ વાલ્ડેનસ્ટ્રોમએ ભારતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા અનુસાર ભારત અર્થતંત્રના ઝડપી વિસ્તરણની દિશામાં યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે. વિકાસ પરના ધ્યાનથી શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકોના જીવનધોરણમાં સુધારો લાવવામાં મદદ મળી શકે છે.

આવકની અસમાનતા પર વધુ ધ્યાન જરૂરી

વાલ્ડેનસ્ટ્રોમના જણાવ્યા અનુસાર નીતિ નિર્માતાઓએ સંપત્તિની અસમાનતા કરતાં આવકની અસમાનતા પર વધુ ધ્યાન આપવું જોઈએ. તેમના મતે આવકનું સ્તર ગરીબી અને આર્થિક તકોની સ્થિતિનું વધુ સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શકે છે. તેમણે મૂડીમાંથી થતી આવક પર કર વસૂલાતને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી.

સંપત્તિ અને વારસાગત કર અંગે શું કહ્યું?

અર્થશાસ્ત્રીએ સંપત્તિ અથવા વારસાગત કર પર વધુ નિર્ભર રહેવાને બદલે કોર્પોરેટ નફો, ડિવિડન્ડ અને વ્યાજ જેવી મૂડીગત આવક પર કર લગાવવાની તરફેણ કરી હતી. તેમણે જણાવ્યું કે ઘણા OECD દેશો ધીમે ધીમે સંપત્તિ અને વારસાગત કરથી દૂર થયા છે.

ભારતની દિશા પ્રભાવશાળી: જાં-ક્લોદ ત્રિશે

યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પૂર્વ પ્રમુખ અને બેન્ક ઓફ ફ્રાન્સના પૂર્વ ગવર્નર જાં-ક્લોદ ત્રિશેએ પણ ભારતની પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે ભારતને વિશ્વના મહત્વપૂર્ણ દેશોમાંનું એક ગણાવતા વિકાસની દિશામાં આગળ વધતા રહેવા પ્રોત્સાહિત કર્યું.

ભારત વૈશ્વિક પડકારોના ઉકેલમાં મહત્વપૂર્ણ

ફ્રેન્ચ અર્થશાસ્ત્રી જાં-પિયર લાન્ડૂએ ભારત-ફ્રાન્સની વધતી ભાગીદારીની પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા અનુસાર ભૂરાજકીય તણાવ અને વધતા સંરક્ષણવાદ વચ્ચે પણ એશિયામાં વેપાર અને રોકાણ મજબૂત છે અને વૈશ્વિક પડકારોના ઉકેલમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે.

ભારતીય અર્થતંત્ર ગતિશીલ અને મજબૂત

ચીનના અર્થશાસ્ત્રના પ્રોફેસર ઝાંગ લીકિંગએ ભારતીય અર્થતંત્રને “ગતિશીલ અને મજબૂત” ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત હવે વૈશ્વિક આર્થિક વિકાસના મુખ્ય કેન્દ્રોમાંનું એક બની રહ્યું છે અને વિશ્વ અર્થતંત્રમાં ભારતના યોગદાનમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : Tripuraમાં દુર્ગા પૂજા પંડાલ બનશે આકર્ષણનું કેન્દ્ર, 20 લાખથી વધુ છીપલીઓથી તૈયાર થશે ‘વાટ અરુણ’ની પ્રતિકૃતિ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.