GST Collection: ઓક્ટોબરમાં GST કલેક્શનમાં 23%નો ઉછાળો, 2.31 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાઈ

GST Collection: ઓક્ટોબર 2026માં ભારતનું GST કલેક્શન 22.9 ટકા વધીને રૂ. 2.31 લાખ કરોડ થયું. નેટ GST આવકમાં 25.6 ટકા અને આયાતી કર આવકમાં 42.2%નો વધારો નોંધાયો.
Nancy ShuklaUpdated on: 01 Nov 2026 03:10 PM IST
GST Collection: ઓક્ટોબરમાં GST કલેક્શનમાં 23%નો ઉછાળો, 2.31 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાઈGST Collection: ઓક્ટોબરમાં GST કલેક્શનમાં 23%નો ઉછાળો, 2.31 લાખ કરોડ રૂપિયાની આવક નોંધાઈ

GST Collection

GST Collection: દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબર 2026માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં જોરદાર વૃદ્ધિ નોંધાઈ છે. સરકાર દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા કામચલાઉ આંકડા મુજબ ઓક્ટોબરમાં કુલ GST કલેક્શન વાર્ષિક ધોરણે 22.9 ટકા વધીને રૂ. 2.31 લાખ કરોડ પર પહોંચી ગયું છે. ગયા વર્ષે ઓક્ટોબર 2025માં આ આંકડો રૂ. 1.88 લાખ કરોડ હતો.

રિફંડની રકમ બાદ કરતાં નેટ GST કલેક્શનમાં પણ 25.6 ટકાનો વધારો થયો છે. તે વધીને રૂપિયા 2.03 લાખ કરોડ રૂપિયા થયું છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 1.61 લાખ કરોડ રૂપિયા હતું. આ વૃદ્ધિ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી અને આયાતમાંથી મળતી કર આવકમાં વધારાનો સંકેત આપે છે.

આયાતમાંથી GST આવકમાં 42.2%નો વધારો

આંકડા અનુસાર, ઓક્ટોબરમાં સ્થાનિક GST કલેક્શન 15.8 ટકા વધીને 1.59 લાખ કરોડ રૂપિયા થયું છે. જ્યારે આયાતમાંથી મળતી GST આવકમાં 42.2 ટકાનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને તે 72,246 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.

સ્થાનિક GST કલેક્શનમાં સેન્ટ્રલ GST (CGST)નો હિસ્સો 42,935 કરોડ રૂપિયા, સ્ટેટ GST (SGST)નો 51,340 કરોડ રૂપિયા અને ઈન્ટિગ્રેટેડ GST (IGST)નો 64,769 કરોડ રૂપિયા રહ્યો છે.

એપ્રિલથી ઓક્ટોબર સુધીનું GST કલેક્શન

ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ સાત મહિનામાં એટલે કે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન કુલ GST કલેક્શન 13.2 ટકા વધીને 14.77 લાખ કરોડ રૂપિયા થયું છે. ગયા વર્ષે આ સમયગાળામાં 13.05 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ સમયગાળામાં નેટ GST કલેક્શન પણ 12.6 ટકા વધીને 12.69 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.

બીજી તરફ, ઓક્ટોબરમાં GST રિફંડ 6.5 ટકા વધીને 27,934 કરોડ રૂપિયા થયું છે. ગયા વર્ષે સમાન મહિનામાં તે 26,225 કરોડ રૂપિયા હતું. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન કુલ GST રિફંડમાં 16.9 ટકાનો વધારો નોંધાયો છે અને તે 2.08 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. આ આંકડા દેશની આર્થિક ગતિવિધિઓમાં સુધારો અને કરવેરાની આવકમાં સતત વૃદ્ધિ દર્શાવે છે.

આ પણ વાંચો: Delhi Varanasi Bullet Train: માત્ર 3 કલાકમાં દિલ્હીથી પહોંચાશે વારાણસી, બીજી બુલેટ ટ્રેનને મળી મંજૂરી, જાણો સમય અને રૂટ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.