
Surat: સુરતમાં લગ્નના બીજા જ દિવસે એક યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પરિવારજનો અને સંબંધીઓમાં ખુશીનો માહોલ હતો, પરંતુ અચાનક બનેલી ઘટનાથી પરિવારમાં શોકની શોકની લાગણી ફેલાઈ છે.

Surat : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં ગેરકાયદે દારૂના નેટવર્ક અને બુટલેગરો સામે પોલીસની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે.

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુરમાં મોબાઈલમાં રમાતી લુડો ગેમમાં પૈસાની શરતને લઈને મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ. નવાગઢ વિસ્તારમાં લુડો ગેમમાં જીતેલા રૂપિયા પરત આપવાનો ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા મિત્રએ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો છે. 45 વર્ષીય મંજુબેન બારૈયાની હત્યાના કેસમાં પોલીસે 25 વર્ષીય પ્રેમી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને લગ્નને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

અમદાવાદમાં પોલીસની નાઇટ ડોમિનેશન ડ્રાઇવ દરમિયાન જમાલપુર ચાર રસ્તા પાસેથી મોટી માત્રામાં કફ સિરપનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ હોન્ડાઈ i10 કારને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી આશરે 350 કફ સિરપની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Jamnagar Rape Case: જામનગર શહેરમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજ સોઢા સાથે યુવતીનો પરિચય થયો હતો. પરિચય બાદ આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની...

અરવલ્લીના મોડાસા શહેરમાં સ્પાની આડમાં ચાલતા કથિત દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. મોડાસા શહેરમાં આવેલા ડિવાઇન સ્પા માં જિલ્લા SOG દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

નવી દિલ્હી: વર્ષ 2020ના દિલ્હી રમખાણ દરમિયાન IB (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કડકડડૂમા કોર્ટે પૂર્વ પારષદ તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. શુક્રવારે સજાની જાહેરાત કરતાં કોર્ટે જણાવ્યું કે આ ઘટના અત્યંત ગંભીર અને સમાજને હચમચાવી નાખે તેવી હતી. કોર્ટે નોંધ્યું કે અંકિત શર્માની અત્યંત નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેમની સાથે...

ગુજરાતના અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે બેંકિંગ સિસ્ટમ સાથે સંકલન કરીને સિડનીમાં રહેતા એક ભારતીય નાગરિક સાથે થયેલી સાયબર છેતરપિંડીનો કેસ થોડા જ અઠવાડિયામાં ઉકેલી ₹11 લાખની રકમ પરત અપાવી છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા સોરભ જોલીને તેમની સંપૂર્ણ રકમ પરત મળી ગઈ છે.

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટર બાદ 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન આરોપી એજાજ (25)ના ડાબા પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Rajkot Liquor Syndicate GUJCTOC: રાજકોટ શહેરમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બહારના રાજ્યોમાંથી દારૂ મંગાવી ગુજરાતમાં તેની હેરાફેરી કરતી એક સંગઠિત સિન્ડિકેટ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે ફિરિયો આસામભાઈ મેણુ સહિત કુલ 20 આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે....