જમાલપુર ચાર રસ્તા પાસે કારમાંથી 350 કફ સિરપની બોટલો મળી, NDPS હેઠળ કાર્યવાહી

અમદાવાદમાં પોલીસની નાઇટ ડોમિનેશન ડ્રાઇવ દરમિયાન જમાલપુર ચાર રસ્તા પાસેથી મોટી માત્રામાં કફ સિરપનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ હોન્ડાઈ i10 કારને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી આશરે 350 કફ સિરપની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
Rahul Desai
Rahul Desai
જમાલપુર ચાર રસ્તા પાસે કારમાંથી 350 કફ સિરપની બોટલો મળી, NDPS હેઠળ કાર્યવાહીજમાલપુર ચાર રસ્તા પાસે કારમાંથી 350 કફ સિરપની બોટલો મળી, NDPS હેઠળ કાર્યવાહી

અમદાવાદમાં પોલીસની નાઇટ ડોમિનેશન ડ્રાઇવ દરમિયાન જમાલપુર ચાર રસ્તા પાસેથી મોટી માત્રામાં કફ સિરપનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ હોન્ડાઈ i10 કારને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી આશરે 350 કફ સિરપની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, જમાલપુર ચાર રસ્તા ખાતે પોલીસ અને સ્ટાફના કર્મચારીઓ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક હોન્ડાઈ i10 કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. કારની તલાશી લેતા અંદરથી મોટી સંખ્યામાં કફ સિરપની બોટલો મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આટલી મોટી સંખ્યામાં કફ સિરપની બોટલો મળી આવતા પોલીસ દ્વારા મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. કફ સિરપનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના માટે લઈ જવાઈ રહ્યો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા આ મામલે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. નાઇટ ડોમિનેશન ડ્રાઇવ અંતર્ગત શહેરમાં શંકાસ્પદ વાહનોનું ચેકિંગ અને કોમ્બિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા વધુ સ્પષ્ટ થઈ છે.