મોડાસામાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, SOGની રેડમાં 3 મહિલાઓ ઝડપાઈ

અરવલ્લીના મોડાસા શહેરમાં સ્પાની આડમાં ચાલતા કથિત દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. મોડાસા શહેરમાં આવેલા ડિવાઇન સ્પા માં જિલ્લા SOG દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
Rahul Desai
Rahul Desai
મોડાસામાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, SOGની રેડમાં 3 મહિલાઓ ઝડપાઈમોડાસામાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, SOGની રેડમાં 3 મહિલાઓ ઝડપાઈ

અરવલ્લીના મોડાસા શહેરમાં સ્પાની આડમાં ચાલતા કથિત દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. મોડાસા શહેરમાં આવેલા ડિવાઇન સ્પા માં જિલ્લા SOG દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે જિલ્લા SOGની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન દેહવ્યાપારની પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાની શંકા હેઠળ **ત્રણ મહિલાઓને ઝડપી લેવામાં આવી છે.

SOGની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી સ્પામાં ચાલી રહેલી પ્રવૃત્તિ અંગે જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી હતી. સમગ્ર દરોડાની કાર્યવાહી બાદ સ્પાના સંચાલક અને માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

જિલ્લા SOG દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્પામાં ક્યારથી અને કોની દેખરેખ હેઠળ આ પ્રવૃત્તિ ચાલી રહી હતી તેમજ સમગ્ર મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

મોડાસા શહેરમાં સ્પાની આડમાં ચાલતી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે SOGની કાર્યવાહીને પગલે ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.