જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મનો આક્ષેપ, આરોપીની ધરપકડ


જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મનો આક્ષેપ, આરોપીની ધરપકડ


Jamnagar Rape Case: જામનગર શહેરમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજ સોઢા સાથે યુવતીનો પરિચય થયો હતો. પરિચય બાદ આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી. ફરિયાદ અનુસાર, લગ્નનું વચન આપી આરોપીએ આશરે આઠ મહિના સુધી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે બાદમાં આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા યુવતીએ સમગ્ર ઘટનાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી યશરાજ સોઢાની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે DySP પિયુષ વંદાએ જણાવ્યું હતું કે યુવતીની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેસની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે.




