
Aravalli News: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ઉન્ડવા રોડ પર ભેમાપુર ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. દૂધના ટેમ્પા સાથે નીલગાય અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

Arvalli News : મેઘરજ શહેરમાં વહેલી સવારે ધોબીની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Aravalli : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. ઈસરી ગામે એક જ રાતમાં પાંચ જેટલા રહેણાંક મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા.

Arvalli જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા કૂતરાના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Arvalli જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં સનાતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Arvalli જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મેઘરજ તાલુકામાં વાણીયાવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઉપશિક્ષક કાંતાબેન ડામોરનું અચાનક હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું છે.

Narmada Water Released in Vatrak Dam: માલપુર અને મેઘરજ તાલુકાના ખેડૂતો તથા પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓછા વરસાદને કારણે વાત્રક ડેમમાં પાણીની આવક ઘટી રહી હતી, ત્યારે...

Aravalli: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મેઘરજ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સંગઠન પ્રમુખ ભિખાજીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NCC-NSS કેડેટ્સ, પોલીસ જવાનો અને નાગરિકો જોડાયા હતા.

Bharuch: ભરૂચમાં આશરે ૨૫૦ વર્ષ જૂની અનોખી લોકપરંપરા એવા ઐતિહાસિક ‘મેઘમેળા’નો પ્રારંભ થયો છે. વરસાદના દેવ મેઘરાજાની સ્થાપના અને નર્મદા નદીમાં વિસર્જન સાથે જોડાયેલી આ પરંપરા આજે પણ ભક્તિ અને શ્રદ્ધા સાથે જાળવી રાખવામાં આવે છે. ભરૂચના ભોઈવાડામાં મેઘરાજાની પ્રતિમા સ્થાપિત થતાં જ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરીયા-જીતપુર ગામમાં સ્મશાનગૃહની બિસ્માર હાલત સામે આવી છે. ભારે વરસાદ વચ્ચે અંતિમવિધિ માટે પરિવારજનો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. મેઘરજ તાલુકાના જાલમપુર ગામની બે વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીની તબિયત પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ટ્રેક્ટર ભાડે આપવાના નામે ખેડૂતો સાથે થયેલી છેતરપિંડીનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. માલપુર તાલુકા બાદ હવે મેઘરજ તાલુકાના 22 ખેડૂતો ટ્રેક્ટર ભાડા કરારના નામે કથિત મહાકૌભાંડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરિયાદ મુજબ, વિજયભાઈ રાધાભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ), સુનીલભાઈ કાન્તીભાઈ...

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કુણોલ-મેઘરજ માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલું ગરનાળું બેસી જતાં માર્ગ પર પસાર થતા વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. ગરનાળું બેસી જવાને કારણે રસ્તા પર ખાડા જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે અકસ્માતની આશંકા વધી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચોમાસા પહેલાં પણ ગરનાળાનું યોગ્ય અને કાયમી સમારકામ કરવામાં આવ્યું નહોતું. માત્ર મેટલ નાખીને કામગીરી પૂર્ણ...