Get News Alerts

Never miss breaking news updates.

Arvalli News : મેઘરજમાં વહેલી સવારે ધોબીની દુકાનમાં આગ લાગતા કપડાં બળીને ખાખ

Arvalli News : મેઘરજ શહેરમાં વહેલી સવારે ધોબીની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 11:59 AM IST
Arvalli News : મેઘરજમાં વહેલી સવારે ધોબીની દુકાનમાં આગ લાગતા કપડાં બળીને ખાખArvalli News : મેઘરજમાં વહેલી સવારે ધોબીની દુકાનમાં આગ લાગતા કપડાં બળીને ખાખ

Engulfs Laundry Shop in Aravalli

Arvalli News : દુકાનમાં લાગેલી આગના કારણે મોટાભાગના કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, મેઘરજમાં વહેલી સવારે ધોબીની દુકાનમાંથી અચાનક આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. આગની જાણ થતાં આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. થોડા જ સમયમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

આગ ધીમે ધીમે દુકાનના અંદરના ભાગમાં ફેલાતી જતા ત્યાં રાખવામાં આવેલા કપડાં આગની ઝપેટમાં આવી ગયા હતા. દુકાનમાં મોટી સંખ્યામાં કપડાં હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે દુકાનમાં રહેલા મોટાભાગના કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા. આગ વધુ ફેલાય નહીં તે માટે લોકોએ પાણી સહિતના સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

ભારે જહેમત બાદ સ્થાનિકોએ આગને નિયંત્રણમાં લીધી હતી. આગની ઘટનાને કારણે દુકાનના માલસામાનને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ગ્રાહકોના કપડાં સહિત દુકાનમાં રહેલા મોટાભાગના કપડાં બળીને નાશ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, નુકસાનનો ચોક્કસ આંકડો તપાસ બાદ સ્પષ્ટ થઈ શકે છે.

કપડા બળીને ખાખ થયા

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. આગ કેવી રીતે લાગી અને દુકાનમાં આગ કયા સ્થળેથી શરૂ થઈ તે અંગે વધુ તપાસ બાદ હકીકત સામે આવી શકે છે. વહેલી સવારે દુકાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ ભારે દોડધામનો માહોલ સર્જાયો હતો.

લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. સ્થાનિકોની સમયસૂચકતા અને ભારે જહેમતના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. મેઘરજમાં બનેલી આ ઘટનાને પગલે દુકાન સંચાલકને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આગમાં બળેલા કપડાં અને અન્ય માલસામાનના કારણે થયેલા નુકસાનની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat News : ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં 10માં માળે ભીષણ આગ લાગતા આખો ફ્લેટ બળીને ખાખ, ફાયર વિભાગે આગને લીધી કાબુમાં

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે