Get News Alerts

Never miss breaking news updates.

Arvalli ના મેઘરજમાં હડકાયા કૂતરાનો કહેર યથાવત, છેલ્લા બે દિવસમાં 18 લોકોને બચકાં ભર્યા

Arvalli જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા કૂતરાના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 17 Sep 2026 07:29 AM IST
Arvalli ના મેઘરજમાં હડકાયા કૂતરાનો કહેર યથાવત, છેલ્લા બે દિવસમાં 18 લોકોને બચકાં ભર્યાArvalli ના મેઘરજમાં હડકાયા કૂતરાનો કહેર યથાવત, છેલ્લા બે દિવસમાં 18 લોકોને બચકાં ભર્યા

Arvalli

Arvalli : મેસતત બીજા દિવસે પણ હડકાયા કૂતરાએ અનેક લોકોને બચકાં ભરતાં ગ્રામજનોમાં ચિંતા વધી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા બે દિવસમાં કુલ 18 જેટલા લોકો કૂતરાના હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. મેઘરજ તાલુકાના મહુડી, ગેડ, રેલ્લાવાડા, ઇટવા, ઝેરીયાવાડા અને છીટાદરા સહિતના ગામોમાં કૂતરાએ લોકોને કરડ્યા હતા.

કેટલાક લોકોને હાથ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સતત થઈ રહેલા હુમલાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો બહાર નીકળતાં પણ સાવચેતી રાખી રહ્યા હતા.

શ્વાનના ત્રાસથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યાં છે

તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, કૂતરાના હુમલામાં વધુ ગંભીર રીતે કરડાયેલા 8 દર્દીઓને કેટેગરી-3 મુજબની સારવાર માટે ભિલોડા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. કૂતરાના બચકાં બાદ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવારની જરૂરિયાત હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. આ હડકાયા કૂતરાએ માત્ર માણસોને જ નહીં પરંતુ પશુઓને પણ નિશાન બનાવ્યા હોવાની માહિતી સામે આવી છે. બકરીઓ, પાડી અને ભેંસ સહિતના પશુઓને પણ કૂતરાએ કરડ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં પણ ચિંતા વધી છે.

મેઘરજમાં હડકાયા કૂતરાનો આતંક

છેલ્લા બે દિવસથી સતત હુમલાની ઘટનાઓ સામે આવતાં ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. લોકો પોતાના બાળકો અને પરિવારજનોની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા. ગામના રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં પણ લોકો સાવચેતી રાખતા જોવા મળ્યા હતા.

જોકે, આ દરમિયાન રાહતના સમાચાર સામે આવ્યા છે. મેઘરજ તાલુકાના કોલુંદ્રા ગામે હડકાયું કૂતરું મૃત હાલતમાં મળી આવ્યું હતું. કૂતરું મૃત હાલતમાં મળી આવતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા બે દિવસમાં 18 લોકો કૂતરાના હુમલાનો ભોગ બન્યા હોવાની ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને હડકાયા કૂતરાઓ અંગેની ચિંતા ફરી એકવાર સામે લાવી છે. હાલ અસરગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે અને ગ્રામજનોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : PM Narendra Modi Birthday : 76 માં જન્મદિવસે PM મોદીના 5 મોટા રેકોર્ડ, જાણો તેમની ઐતિહાસિક સિદ્ધિઓ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે