અરવલ્લીમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, મેઘરજની 2 વર્ષની બાળકી સારવાર હેઠળ; આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર

અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. મેઘરજ તાલુકાના જાલમપુર ગામની બે વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીની તબિયત પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
Growth Now News
Growth Now News
અરવલ્લીમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, મેઘરજની 2 વર્ષની બાળકી સારવાર હેઠળ; આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પરઅરવલ્લીમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, મેઘરજની 2 વર્ષની બાળકી સારવાર હેઠળ; આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર

અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. મેઘરજ તાલુકાના જાલમપુર ગામની બે વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીની તબિયત પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

શંકાસ્પદ કેસ સામે આવતા જ અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર મુકાઈ ગયો છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા બાળકીના રહેણાંક વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં સઘન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ હાઈ રિસ્ક વિસ્તારોમાં ડસ્ટિંગ, જંતુનાશક દવાનો છંટકાવ અને મચ્છર નિયંત્રણની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વાયરસના સંભવિત ફેલાવાને રોકવા માટે સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. ગામમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોનું આરોગ્ય નિરીક્ષણ, તાવ અથવા અન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ તેમજ જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

અધિકારીઓએ લોકોને ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને નાના બાળકોમાં તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા સૂચના આપવામાં આવી છે.