
Ahmedabad Crime Branch : મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના લેપા ગામમાં જમીન વિવાદની અદાવતમાં એક જ પરિવારના છ સભ્યોની હત્યાના ચકચારી કેસમાં ફરાર આરોપીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો.

Madhya Pradesh Sagar Liquor : મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં બંડા વિસ્તારમાં સંદિગ્ધ ઝેરી દારૂ પીધા બાદ અનેક લોકોની અચાનક તબિયત લથડતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Ujjain Temple Stampede : મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે શ્રી નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે ઉમટેલી ભીડ વચ્ચે અચાનક અફરાતફરી સર્જાઈ હતી. વીજળીનો કરંટ લાગવાની અફવા ફેલાતા દર્શન માટે લાઈનમાં ઉભેલા ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ત્રણ યુવકો રસ્તા પર દેખાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. જોકે, પોલીસની પૂછપરછ બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવતા મામલો ગેરસમજનો હોવાનું બહાર આવ્યું હતું.

ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ શખ્સો ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલ તમામ આરોપીઓની ATS દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

Ujjain Moharram Procession Blast Video: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહર્રમના જુલૂસ દરમિયાન કરવામાં આવેલા એક પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જગાવી છે. વાયરલ વીડિયોમાં એક વાનને ક્રેનની મદદથી ઊંચે લટકાવી તેમાં બ્લાસ્ટ કરવામાં આવતો જોવા મળે છે. આ સમગ્ર ઘટના 23 જૂનની રાત્રે બની હોવાનું કહેવાય છે. ઉજ્જૈનથી 50 કિમી દૂર બારનગરમાં મોહરમના જુલુસ દરમિયાન એક વાનમાં...

Train Accident: રવિવારે સાંજે મધ્ય પ્રદેશના મુરેનામાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. ખોટી અફવા ફેલાઈ કે, ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગી ગઈ છે અને ગભરાયેલા મુસાફરો પાટા પર કૂદી ગયા હતા અને બીજી ટ્રેને તેમને જોરદાર ટક્કર મારી હતી. સમાચાર એજન્સી ANI અનુસાર, આ અકસ્માતમાં વધુ ચાર લોકોના મોત થયા છે.

ઈન્દોર: મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં એક ઇલેક્ટ્રિક વાહનોના શોરૂમમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે શોરૂમમાં પાર્ક કરાયેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

NEET પરીક્ષાના પેપર લીક અને પરીક્ષા રદ થવાના વિવાદ વચ્ચે મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતી અને NEETની તૈયારી કરતી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે.