Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા

ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ શખ્સો ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલ તમામ આરોપીઓની ATS દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 03 Jul 2026 03:17 PM IST
ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયાગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા

અમદાવાદ ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સમગ્ર મામલે ATS દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાત ATSએ ગુરુવારે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓને ઝડપી પાડ્યા છે. વિશ્વસનીય બાતમીના આધારે અલગ-અલગ ટીમો બનાવી એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસ અનુસાર, આરોપીઓ ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું નેટવર્ક ફરીથી સક્રિય કરવા તેમજ સંગઠનની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે કાર્યરત હતા. આ અંગે ગુપ્ત માહિતી મળતાં ATSએ આયોજનબદ્ધ રીતે ઓપરેશન હાથ ધરી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

હાલ તમામ આરોપીઓની ATS દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, સંપર્કો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ અથવા મોડ્યુલ સંકળાયેલું છે કે નહીં, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોપીઓના નામ નીચે મુજબ છે:

અહમદ અબ્દુલ્લા ગાજીવાલા  અબુ ઉબૈદા (19 વર્ષ) – રહેવાસી: ભગાલ, પાલનપુર, બનાસકાંઠા
ઇબ્રાહિમ મહંમદ હુસેન ઘોઘા  અબુ હમઝા (30 વર્ષ) – રહેવાસી: ભગાલ, પાલનપુર, બનાસકાંઠા
મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા  અબુ આયા (22 વર્ષ) – રહેવાસી: ભગાલ, પાલનપુર, બનાસકાંઠા
ઝકરિયા દુરાની મહંમદ અમ્માર ઘાઘા  ઇબ્ન અમ્માર  ઝકરિયા પાલનપુરી (21 વર્ષ) – રહેવાસી: જામિયા અબુલ હસન મદરસા, ખડિયાસણા, સિદ્ધપુર, પાટણ
મુફ્તિ ફૌજાન ઇસ્માઈલ દાઉવા  મુફ્તિ સાહેબ (40 વર્ષ) – જામિયા અબુલ હસન મદરસા, ખડિયાસણા, સિદ્ધપુર, પાટણ
મહંમદ અમીન શેરા  અમીન પાલનપુરી (21 વર્ષ) – જામિયા અબુલ હસન મદરસા, ખડિયાસણા, સિદ્ધપુર, પાટણ
મહંમદ અબ્દુલ રહમાન સાવડી  મહંમદ પાલનપુરી  અબુ ઉનૈસા (22 વર્ષ) – જામિયા રહમાનિયા ખંભિયા, અંભેટા, ચીખલી, નવસારી
બિલાલ દુરાની મહંમદ અમ્માર ઘાઘા  અબુ દુજાના  અબુ સુફિયાન  અબુ ઝુંદલ  ઉમર બિન ખત્તાબ (18 વર્ષ) – વારસી નગર, દેવાસ, મધ્ય પ્રદેશ

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.