Get News Alerts

Never miss breaking news updates.

ઈન્દોરમાં EV શોરૂમમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા

ઈન્દોર: મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં એક ઇલેક્ટ્રિક વાહનોના શોરૂમમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે શોરૂમમાં પાર્ક કરાયેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
R Gajjar
R GajjarUpdated on: 05 Jun 2026 12:34 PM IST
ઈન્દોરમાં EV શોરૂમમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ થઈ ગયાઈન્દોરમાં EV શોરૂમમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા

ઈન્દોર: મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં એક ઇલેક્ટ્રિક વાહનોના શોરૂમમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે શોરૂમમાં પાર્ક કરાયેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

ઉપરના માળે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ
આગ લાગેલા શોરૂમના ઉપરના માળે કેટલાક લોકો રહેતા હતા. આગ બાદ સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો ફેલાતા લોકો અંદર જ ફસાઈ ગયા હતા. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક લાકડાની સીડી ગોઠવી અને બાજુની ઇમારત સાથે છતને જોડીને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

ફાયર બ્રિગેડે સંભાળી સ્થિતિ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ પણ આગ બુઝાવવાના પ્રયાસોમાં મદદ કરી હતી.

વાહનો બળીને ખાખ
પ્રાથમિક માહિતી મુજબ શોરૂમમાં રાખવામાં આવેલા ઇલેક્ટ્રિક વાહનો આગની ઝપેટમાં આવી જતા ભારે નુકસાન થયું છે. સદનસીબે તમામ લોકોને સમયસર બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com