કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની સુરક્ષામાં ચૂક:MPમાં એક્સપ્રેસ-વે પર પસાર થતા કાફલા સામે આવ્યા 3 યુવકો



ફાઈલ ફોટો
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની સુરક્ષામાં ચૂક:MPમાં એક્સપ્રેસ-વે પર પસાર થતા કાફલા સામે આવ્યા 3 યુવકો



ફાઈલ ફોટો
નવી દિલ્હી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના કાફલા સામે અચાનક ત્રણ યુવકો આવ્યા, હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ! કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીનો કાફલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ત્રણ યુવકો એક્સપ્રેસવે પર જોવા મળ્યા. બંને બાજુથી તેજ ગતિએ વાહનો પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્રણેય યુવકોએ હાથ ઊંચા કરીને વાહનો રોકવાનો સંકેત આપ્યો હતો.
આ ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. જોકે પોલીસે ત્રણેય યુવકોની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે તેઓ સ્કૂલમાંથી બાળકોને લેવા જઈ રહ્યા હતા. એક્સપ્રેસવે પાર કરવા માટે તેઓ હાથ બતાવીને વાહનો રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, યુવકોનો કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના કાફલાને રોકવાનો કોઈ ઈરાદો નહોતો. પ્રાથમિક તપાસમાં આ સામાન્ય ગેરસમજ હોવાનું સામે આવ્યું છે.




