Ahmedabad Crime Branch : એક જ પરિવારના 6 લોકોની હત્યા કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ઝડપી પાડયો, વાંચો Inside Story



Madhya Pradesh Mass Murder Case Accuzed
Ahmedabad Crime Branch : એક જ પરિવારના 6 લોકોની હત્યા કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ઝડપી પાડયો, વાંચો Inside Story



Madhya Pradesh Mass Murder Case Accuzed
Ahmedabad Crime Branch : ઝડપાયેલ આરોપી રામુસિંહ ધીરસિંહ તોમર પર ₹30,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2023માં બનેલી આ ઘટનામાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષનાં મોત થયાં હતાં. પોલીસની માહિતી અનુસાર, મે 2023માં મુરેના જિલ્લાના લેપા ગામમાં જમીન વિવાદની જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ગંભીર ઘટના બની હતી. આ દરમિયાન એક જૂથના સભ્યોએ બીજા જૂથના પરિવારજનો પર બંદૂકોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ગોળીબારમાં એક જ પરિવારના છ સભ્યોનાં મોત થયાં હતાં. આ મામલે મધ્યપ્રદેશના સિહોનિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસમાં કુલ નવ આરોપીઓ સામે હત્યા, હત્યાના પ્રયાસ, ગેરકાયદેસર ટોળું રચવા, ધમકી અને આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જમીન વિવાદની અદાવતમાં છ લોકોની હત્યા કરી હતી
ફરાર આરોપીઓને શોધવા મધ્યપ્રદેશ પોલીસ દ્વારા વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. આરોપી રામુસિંહ તોમરને પકડવા માટે ₹30,000નું ઇનામ પણ જાહેર કરાયું હતું. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી હરિયાણાના ગુરુગ્રામના ગોપાલપુર GIDC વિસ્તારમાં આવેલી વેરહાઉસમાં કામ કરે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુરુગ્રામ પહોંચી હતી અને ગઢી–હરસરુ રોડ પર વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઓળખ અને ગુનામાં સંડોવણીની ખરાઈ માટે આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો હતો. તપાસમાં તે મુરેના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં ફરાર હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચાર રાજ્યોમાં ઓળખ છુપાવીને રહેતો હતો આરોપી
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાકાંડ બાદ આરોપી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં અલગ-અલગ સ્થળોએ રહ્યો હતો. આ દરમિયાન તે સિક્યુરિટી ગાર્ડ તરીકે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. છેલ્લા આશરે એક વર્ષથી તે ગુરુગ્રામની વેરહાઉસમાં કામ કરતો હતો. આરોપી સામે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોરમી પોલીસ સ્ટેશનમાં પણ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ અગાઉ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવાયું છે. હવે મુરેના હત્યાકાંડમાં તેની સામેની આગળની કાયદેસરની કાર્યવાહી મધ્યપ્રદેશ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





