Get News Alerts

Never miss breaking news updates.

Madhya Pradesh Sagar Liquor : સાગરમાં ઝેરી દારૂનો કહેર, 10નાં મોત, 25થી વધુ લોકો બીમાર પડતા સારવાર માટે ખસેડાયા

Madhya Pradesh Sagar Liquor : મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં બંડા વિસ્તારમાં સંદિગ્ધ ઝેરી દારૂ પીધા બાદ અનેક લોકોની અચાનક તબિયત લથડતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 06 Sep 2026 01:50 PM IST
Madhya Pradesh Sagar Liquor : સાગરમાં ઝેરી દારૂનો કહેર, 10નાં મોત, 25થી વધુ લોકો બીમાર પડતા સારવાર માટે ખસેડાયાMadhya Pradesh Sagar Liquor : સાગરમાં ઝેરી દારૂનો કહેર, 10નાં મોત, 25થી વધુ લોકો બીમાર પડતા સારવાર માટે ખસેડાયા

Madhya Pradesh Sagar Liquor

Madhya Pradesh Sagar Liquor : ગ્રામ ઘૂઘરા, જાલમપુર, બરાજ સહિત આસપાસના ગામોમાં ઘટનાને પગલે દહેશતનો માહોલ સર્જાયો છે. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સંદિગ્ધ દારૂનું સેવન કર્યા બાદ અનેક ગ્રામજનોની તબિયત અચાનક બગડવા લાગી હતી. કેટલાક દર્દીઓને તાત્કાલિક બંડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને જિલ્લા હોસ્પિટલ સાગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

સંદિગ્ધ દારૂ બાદ અચાનક બગડી તબિયત

25થી વધુ બીમાર લોકોને જિલ્લા હોસ્પિટલ સાગર ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં પહોંચતા તાત્કાલિક અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. દર્દીઓની સારવાર માટે તબીબોની ટીમ રવિવારની રાતથી જ સક્રિય કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

ઘટનાની ગંભીરતા જોતા વહીવટી તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. અધિકારીઓએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કલેક્શન પ્રતિભા પાલ અને એસપી અનુરાગ સુજાનિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને શક્ય તેટલી સારી સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

પોલીસ-આબકારી વિભાગની તપાસ શરૂ

સાગર જિલ્લાના સીએમએચઓ ડૉ. દેવેશ પટેરિયાએ 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સાથે જ તેમણે લોકોને અપીલ કરી છે કે જો સંદિગ્ધ દારૂ પીધા બાદ કોઈ પ્રકારના લક્ષણો દેખાય અથવા તબિયત બગડે તો સમય બગાડ્યા વિના તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું.

દરમિયાન પોલીસ અને આબકારી વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સંદિગ્ધ દારૂ ક્યાંથી આવ્યો હતો, તેનું વિતરણ કયા વિસ્તારમાં થયું હતું અને લોકોના મોતનું ચોક્કસ કારણ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ ઘટનાને પગલે બંડા અને આસપાસના વિસ્તારોમાં ચિંતા અને તણાવનો માહોલ છે. મોતનું કારણ સંદિગ્ધ દારૂ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે, પરંતુ અંતિમ કારણ તપાસ અને તબીબી રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો : Sumul Dairy : સુમુલના પશુપાલકો માટે ‘કહી ખુશી, કહી ગમ’! દૂધના ભાવ વધ્યા તો પશુદાણ પણ મોંઘું થયું

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.