
Womens Asia Cup: મહિલા એશિયા કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં થાઈલેન્ડને 94 રનથી હરાવી મોટી જીત નોંધાવી છે.

National Sports Day: અમદાવાદમાં આજે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત (SJAG) દ્વારા ચોથા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

Vadodara : ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકબ જે. માર્ટિનને 22 વર્ષ જૂના ફોજદારી કેસમાં મોટી કાનૂની રાહત મળી છે. પટિયાલા હાઉસ કોર્ટે માર્ટિનને કેસમાં લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર.

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર.પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ 2026માં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. તેમણે વિશ્વના નંબર-1 ખેલાડી મેગ્નસ કાર્લસનને ક્લાસિકલ મુકાબલામાં હરાવીને ઇતિહાસ રચ્યો છે. આ ટૂર્નામેન્ટમાં કાર્લસન સામેની તેમની બીજી ક્લાસિકલ જીત છે.

ફ્રાન્સની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચડિડિયર ડેશાંપ્સએ ફિફા વર્લ્ડ કપ જીતવાને ફૂટબોલની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે. 2026ના FIFA World Cup 2026 પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે “વર્લ્ડ ચેમ્પિયન બનવા કરતાં મોટી કોઈ ઉપલબ્ધિ નથી.”

અમદાવાદમાં સપ્ટેમ્બર 2026માં યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝને લઈને તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સાથે યોજાયેલી બેઠકમાં રમતગમતના વિકાસ અને ટુર્નામેન્ટના સફળ આયોજન અંગે ચર્ચા થઈ હતી, જ્યારે SAG, AAI અને GSAA વચ્ચે MoU પણ કરવામાં આવ્યું હતું.

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અર્જુન મુંડાએ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. સપ્ટેમ્બરમાં યોજાનારી વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા દરમિયાન તેમણે ગુજરાતમાં રમતગમત માટે થઈ રહેલા ઉત્તમ આયોજન અને ખેલાડીઓને મળતી તકોની પ્રશંસા કરી હતી.

ગુજરાતમાં પ્રથમ વખત સ્પીડી ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્રીડા મંડળ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યની ચાર ટીમોએ ભાગ લીધો હતો. પરંપરાગત ખો ખોના આધુનિક સ્વરૂપ ગણાતી સ્પીડી ખો ખોમાં શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિરે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ગુજરાત ક્રીડા મંડળની ટીમે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું.

IPL 2026માં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે. એક જ સીઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારી તેણે ક્રિસ ગેઈલનો વર્ષો જૂનો મહા રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવની આ ધમાકેદાર ઇનિંગ્સ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તેને IPLનો નવો “સિક્સર કિંગ” કહેવામાં આવી રહ્યો છે.

મેચ દરમિયાન કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર એસ. એલ. અક્ષયનું હાર્ટ એટેકથી નિધન, ક્રિકેટ જગતમાં શોક જોવા મળી રહ્યું છે. મેચ દરમિયાન અક્ષયે 4 ઓવર નાખીને છાતીમાં દુખાવો થતા મેદાનની બહાર જતો રહ્યા હતા. પરતુ તબિયત વધારે બગળતા તેમને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટરે કહ્યુ કે તેમને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયુ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે IPL 2026નો સીઝન સંપૂર્ણ રીતે નિરાશાજનક રહ્યો છે. 14 મેચોમાં માત્ર 6 જીત સાથે ટીમ સતત બીજા વર્ષે પણ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીથી લઈને સતત ઈજાઓ અને ખેલાડીઓના અસંતુલિત પ્રદર્શન સુધી અનેક કારણો ટીમના ખરાબ પ્રદર્શન પાછળ જવાબદાર રહ્યા છે.

રાજ્ય સરકારે મોટો સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ હબ બનાવવા માટે આયોજન તેજ કરવામાં આવ્યું છે.

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં SRH એ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી અભિષેક શર્માએ 22 બોલમાં 56 રન, ઈશાન કિશને 46 બોલમાં 79 રન અને હેનરિક ક્લાસેને માત્ર 24 બોલમાં 51 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.

આંખોમાં આંસુ, ચહેરા પર અદ્ભુત સંતોષ અને જીતની ખુશી સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એકવાર સાબિત કર્યું કે ઉંમર માત્ર એક નંબર છે. સાઉદી પ્રો લીગમાં અલ નાસરને ચેમ્પિયન બનાવ્યા બાદ મેદાન પર તેમનો ભાવુક અને અનોખો ઉજવણીનો અંદાજ ફેન્સ માટે યાદગાર ક્ષણ બની ગયો. 41 વર્ષની ઉંમરે રોનાલ્ડોના આ પ્રદર્શન અને ભાવનાત્મક પળોએ સમગ્ર ફૂટબોલ જગતમાં ચર્ચા જગાવી છે.

અમદાવાદ સ્થિત SRT10 Altvol Centre of Excellence Sports Academy ખાતે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની હાજરીમાં યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે તાલીમ લઈ રહેલા ક્રિકેટરો સાથે સમય વિતાવીને તેમને રમતગમતના મહત્વપૂર્ણ પાઠો શીખવ્યા હતા.