કર્ણાટક ક્રિકેટને મોટો ઝટકો, પૂર્વ રણજી ખેલાડીનું હાર્ટ એટેકથી અવસાન



કર્ણાટક ક્રિકેટને મોટો ઝટકો, પૂર્વ રણજી ખેલાડીનું હાર્ટ એટેકથી અવસાન



કર્ણાટક: કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર S L Akshayનું ચાલુ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતાં દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
માહિતી મુજબ, એસ. એલ. અક્ષય એક ક્લબ મેચ રમી રહ્યા હતા, દરમિયાન તેમણે ચાર ઓવર બોલિંગ પણ કરી હતી. જોકે મેચ દરમિયાન અચાનક તેમની તબિયત બગડતા તેઓ મેદાનની બહાર જતા રહ્યા હતા. ત્યારબાદ તેમની સ્થિતિ વધુ ગંભીર બનતા સ્ટાફ દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ તપાસ બાદ તેમને હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.
એસ. એલ. અક્ષય વર્ષ 2014-15ની રણજી ટ્રોફી જીતનાર કર્ણાટક ટીમના સભ્ય રહ્યા હતા. પોતાની ઝડપી બોલિંગ અને અસરકારક પ્રદર્શનથી તેમણે કર્ણાટક ક્રિકેટમાં વિશેષ ઓળખ ઉભી કરી હતી. તેમના નિધનથી ક્રિકેટ જગતે એક પ્રતિભાશાળી ખેલાડીને ગુમાવ્યો છે.




