Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં યોજાશે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ-2026, આયોજન માટે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદમાં સપ્ટેમ્બર 2026માં યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝને લઈને તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સાથે યોજાયેલી બેઠકમાં રમતગમતના વિકાસ અને ટુર્નામેન્ટના સફળ આયોજન અંગે ચર્ચા થઈ હતી, જ્યારે SAG, AAI અને GSAA વચ્ચે MoU પણ કરવામાં આવ્યું હતું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 02:03 PM IST
અમદાવાદમાં યોજાશે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ-2026, આયોજન માટે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યાઅમદાવાદમાં યોજાશે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ-2026, આયોજન માટે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા

ગાંધીનગર ગુજરાતમાં આગામી 3થી 10 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનારી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ – અમદાવાદ, ઈન્ડિયાને લઈને તૈયારીઓ તેજ બની છે. આ સંદર્ભે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અર્જુન મુંડા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન ચેમ્પિયનશિપના સફળ આયોજન, રમતગમતના માળખાગત વિકાસ, ખેલાડીઓને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ ભારતમાં પેરા સ્પોર્ટ્સને વધુ પ્રોત્સાહન આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના આયોજન અને સંકલન માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયા (AAI) અને ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિએશન (GSAA) વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન વૈશ્વિક ધોરણો અનુસાર અને શ્રેષ્ઠતા સાથે કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ ગુજરાતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.