વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝને લઈને ગુજરાતની મુલાકાતે અર્જુન મુંડા, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત



વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝને લઈને ગુજરાતની મુલાકાતે અર્જુન મુંડા, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત



ગાંધીનગર ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને Archery Association of India ના પ્રમુખ Arjun Munda ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel અને નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi સાથે મુલાકાત કરી હતી.
અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે તેઓ આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ગુજરાત આવ્યા છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ટુર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરવા માટે તેમણે રાજ્યના આગેવાનો સાથે બેઠક યોજી હતી.
તેમણે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પણ યોજાશે. ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ઉત્તમ આયોજન અને ખેલાડીઓને મળતી સુવિધાઓની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે રાજ્યમાં ખેલાડીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય જોવા મળે છે.
અર્જુન મુંડાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી પણ પ્રતિભાશાળી ખેલાડીઓ સામે આવી રહ્યા છે, જે રમતગમતના વિકાસ માટે સકારાત્મક સંકેત છે. ગુજરાતમાં રમતગમતના કાર્યક્રમો આત્મીયતા અને સુચારુ આયોજન સાથે યોજાતા હોવાની પણ તેમણે પ્રશંસા કરી હતી.




