
Narendra Modi 25 Years: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેની જવાબદારીઓ સંભાળતાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની જનસેવા, નેતૃત્વ અને વિકાસના અભિગમની ચર્ચા થઈ રહી છે.

GMDC Ground Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદમાં વિશેષ માનવ આકૃતિ રચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબરે નવી દિલ્હીમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડૉ. અર્ચના ગુપ્તા અને રાજ્યના ભાજપના તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા અને નવસારીમાં યોજાનારા કાર્યક્રમો દરમિયાન તેઓ ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

SCO Summit: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દે કડક વલણ રજૂ કર્યું હતું.

PM Modi: ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે મુલાકાત થઈ છે.

India - Uzbekistan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ઉઝબેકિસ્તાન મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં રવિવારે રાજધાની તાશકંદમાં તેમનું ઔપચારિક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Monsoon Festival: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સાપુતારા મુલાકાતે આવ્યા હતા. રક્ષાબંધન પર્વની ઉજવણી માટે તેઓ પરિવાર સાથે સાપુતારા પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન મંત્રીએ સાપુતારાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 ઓગસ્ટ, 2026ના રોજ પ્રસારિત થનારા ‘મન કી બાત’ના 137મા એપિસોડને લઈને ગુજરાત ભાજપ દ્વારા રાજ્યમાં ચાર સ્થળોએ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

PM Modi: કિર્ગિસ્તાનના રોકાણ મંત્રી રવશાનબેક સબિરોવે આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કિર્ગિસ્તાન મુલાકાતથી બંને દેશો વચ્ચેના વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને મોટો વેગ મળશે.

PM Modi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝસ્તાનની મહત્વપૂર્ણ મુલાકાત કરશે. વડાપ્રધાન 29 અને 30 ઓગસ્ટ 2026 દરમિયાન ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેશેલ્સ મુલાકાત દરમિયાન ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી છે. રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની સાથેની દ્વિપક્ષીય બેઠકમાં કૃષિ, આરોગ્ય, અવકાશ, ડિજિટલ પેમેન્ટ અને વિકાસ સહિતના અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થયા હતા. સાથે જ સેશેલ્સમાં UPI સેવા શરૂ કરવા બંને દેશો વચ્ચે સહમતિ પણ બની છે.

દેશભરમાં આજે યોજાઈ રહેલી RE-NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદનશીલતા દર્શાવી હતી. પશ્ચિમ બંગાળના પ્રવાસ બાદ દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા વડાપ્રધાન લગભગ 45 મિનિટ સુધી એરપોર્ટ પર જ રોકાયા હતા અને પરીક્ષા શરૂ થયા બાદ જ પોતાના નિવાસસ્થાને રવાના થયા હતા. વિદ્યાર્થીઓની સુવિધાને પ્રાથમિકતા આપતા તેમના આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક 12 વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ કરી દેશના સૌથી લાંબા સમય સુધી સેવારત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ અવસરે રાજ્યભરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત ગાંધીનગર નજીક આવેલા અડાલજ ત્રિમંદિર ખાતે વિશેષ આરતી અને પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાજીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રવીણ ગોરધનજી માલીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ સાથે તેમણે આ પદ પર સતત સૌથી વધુ સમય સુધી સેવા આપવાનો એક મહત્વપૂર્ણ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત પણ રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા, ભાજપના આગેવાનો, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. સૌએ મળીને ભગવાન સોમનાથના ચરણોમાં દેશની સુખાકારી, સમૃદ્ધિ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પ માટે પ્રાર્થના કરી હતી.