Get News Alerts

Never miss breaking news updates.

SCO Summit: SCO સમિટમાં PM મોદીએ પાકિસ્તાનને ઘેર્યું, આતંકવાદ સામે ડબલ સ્ટાન્ડર્ડ નહીં

SCO Summit: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દે કડક વલણ રજૂ કર્યું હતું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 01 Sep 2026 12:15 PM IST
SCO Summit: SCO સમિટમાં PM મોદીએ પાકિસ્તાનને ઘેર્યું, આતંકવાદ સામે ડબલ સ્ટાન્ડર્ડ નહીંSCO Summit: SCO સમિટમાં PM મોદીએ પાકિસ્તાનને ઘેર્યું, આતંકવાદ સામે ડબલ સ્ટાન્ડર્ડ નહીં

SCO Summit

SCO Summit: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દે કડક વલણ રજૂ કર્યું હતું. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલા SCO સમિટમાં PM મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદને પ્રોત્સાહન આપતા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

આતંકવાદના સમગ્ર ઈકોસિસ્ટમને ખતમ કરવાની જરૂર

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આતંકવાદ સામે લડવા માટે માત્ર આતંકવાદીઓ સામે કાર્યવાહી પૂરતી નથી. આતંકવાદનું ફંડિંગ, ભરતી, કટ્ટરપંથ અને આતંકવાદીઓને મળતા આશ્રય સહિત સમગ્ર ઈકોસિસ્ટમને ખતમ કરવું જરૂરી છે.

આતંકવાદ સામે ડબલ સ્ટાન્ડર્ડ નહીં

વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણોને કોઈ સ્થાન ન હોવું જોઈએ. તેમણે ચેતવણી આપી કે કેટલાક લોકો આતંકવાદને વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જેને સ્વીકારી શકાય નહીં.

યુદ્ધ નહીં, વાતચીતથી ઉકેલ

વિશ્વના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે PM મોદીએ શાંતિનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ મળતો નથી. તમામ યુદ્ધો અને વિવાદોનો ઉકેલ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી જ લાવવો જોઈએ.

કનેક્ટિવિટી સાથે સંપ્રભુતાનું સન્માન જરૂરી

PM મોદીએ ભારતના કનેક્ટિવિટી અને વેપાર અંગેના અભિગમનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત એવા તમામ પ્રયાસોને સમર્થન આપે છે જે બજારોને જોડે, પરસ્પર વેપાર સરળ બનાવે અને વિકાસના નવા રસ્તા ખોલે. જોકે, આવા પ્રયાસોમાં તમામ દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું જોઈએ.

SCOને સભ્યતાઓના સંગમ તરીકે ગણાવ્યું

SCO અંગે PM મોદીએ કહ્યું કે ભારત માટે આ સંગઠન માત્ર એક આંતરરાષ્ટ્રીય મંચ નથી, પરંતુ મહાન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને વિચારોનો સંગમ છે. સમિટમાં આતંકવાદ ઉપરાંત પ્રાદેશિક શાંતિ, કનેક્ટિવિટી અને સહકાર જેવા મુદ્દાઓ પણ મહત્વના રહ્યા હતા.

આ પણ વાંચો : Gold Silver Price Today: 1 સપ્ટેમ્બરે સોનું લગભગ સ્થિર, ચાંદીમાં તેજી; જાણો આજના ભાવ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.