Mann Ki Baat: ગુજરાતમાં 4 સ્થળોએ વિશેષ આયોજન, અમદાવાદ-ગાંધીનગર-સુરત-સુરેન્દ્રનગરમાં આગેવાનોની હાજરી



Mann Ki Baat
Mann Ki Baat: ગુજરાતમાં 4 સ્થળોએ વિશેષ આયોજન, અમદાવાદ-ગાંધીનગર-સુરત-સુરેન્દ્રનગરમાં આગેવાનોની હાજરી



Mann Ki Baat
Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 ઓગસ્ટ, 2026ના રોજ પ્રસારિત થનારા ‘મન કી બાત’ના 137મા એપિસોડને લઈને ગુજરાત ભાજપ દ્વારા રાજ્યમાં ચાર સ્થળોએ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો સવારે 11:00 કલાકે યોજાશે. રાજ્યના તમામ બુથ પર પણ ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળશે.
અમદાવાદમાં રાજસ્થાની સમાજ સાથે ‘મન કી બાત’
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારક ભવનમાં ‘મન કી બાત-રાજસ્થાની સમાજ કે સાથ’ કાર્યક્રમ યોજાશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. સતીશ પુનિયા રાજસ્થાની સમાજના નાગરિકો સાથે કાર્યક્રમ નિહાળશે.
ગાંધીનગરમાં યુવાનો સાથે કાર્યક્રમ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગરના કુડાસણ ખાતે યુવાનો સાથે ‘મન કી બાત’ સાંભળશે. આ કાર્યક્રમ A-37/38, પ્રમુખ આર્કેડ, કુડાસણ ખાતે યોજાશે. કાર્યક્રમનો મુખ્ય વિષય ‘મન કી બાત-યુવાઓ કે સાથ’ રહેશે.
સુરતમાં CA અને CS સાથે સી.આર. પાટીલ
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સુરત મહાનગર ભાજપ કાર્યાલય, ઉધના ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઝ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળશે. આ કાર્યક્રમને ‘મન કી બાત-ચાર્ટર્ડ એકાઉન્ટન્સ કે સાથ’ નામ આપવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં યુવા ખેડૂતો સાથે જોડાણ
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ખાતે યુવા ખેડૂતો સાથે કાર્યક્રમ નિહાળશે. ‘મન કી બાત-યુવા કિસાનો કે સાથ’ કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ અને કાર્યક્રમનું શ્રવણ કરવામાં આવશે.
રાજ્યના તમામ બુથ પર કાર્યક્રમ
ગુજરાત ભાજપના જણાવ્યા અનુસાર રાજ્યના તમામ બુથ પર ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળશે. ભાજપના જણાવ્યા પ્રમાણે કાર્યક્રમમાં સ્વચ્છતા, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને યુવાનોના નવાચાર જેવા જનહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.
આ પણ વાંચો : Murder Case: નિધિ પટેલના હત્યારાઓને ઝડપી પાડવા SITની રચના




